રાજ્યમાં કોરોનાના નવા ૧૯ કેસ સામે આવ્યા

રાજ્યમાં કોરોના કેસમાં આજે વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૯ કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન કોઈ વ્યક્તિનું નિધન થયું નથી. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાની સારવાર બાદ ૧૩ દર્દીઓ સાજા થયા છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૮ લાખ ૨૫ હજાર ૫૦૯ પર પહોંચી ગઈ છે. તો કોરોનાને કારણે અત્યાર સુધી ૧૦ હજાર ૮૨ લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી ૮ લાખ ૧૫ હજાર ૨૫૭ લોકો સાજા થયા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે. અમદાવાદમાં કુલ ૯ કેસ નોંધાયા છે. તો સુરત શહેરમાં ૩, વડોદરા શહેરમાં ૩, કચ્છ જિલ્લામાં ૨, ભાવનગર શહેરમાં ૧ અને સોમનાથમાં એક કેસ સામે આવ્યો છે. આમ જાેઈએ તો રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા કેસમાં વધારો થયો છે. રાહતની વાત છે કે એકપણ વ્યક્તિનું નિધન થયું નથી. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ ૧૫૨ છે, જેમાં ૭ દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો રાજ્યમાં અત્યાર સુધી ૮,૧૫,૨૭૫ લોકો કોરોનાને માત આપી સાજા થઈ ગયા છે. કોરોનાને કારણે રાજ્યમાં ૧૦,૦,૮૨ લોકોના નિધન થયા છે. રાજ્યનો રિકવરી રેટ ૯૮.૭૬ ટકા છે.
ગુજરાતમાં કોરોના વાયરસ સામે રક્ષણ આપવા માટે કોરોના રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે સાંજે ૪ કલાક સુધીમાં ૬ લાખ ૧ હજાર ૨૫૪ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધી કુલ ૪ કરોડ ૯૭ લાખ ૪ હજાર ૭૦૭ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજાે ડોઝ સામેલ છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope