અમદાવાદની ૪૦ શાળાઓ ફરીથી સીલ થવાના સંકેત

અમદાવાદ શહેરમાં મે -જૂન મહિનામાં બીયુની બબાલનો વિવાદ થયો હતો જે ફરી સપાટી પર આવ્યો છે. બીયુ પરમીશનના અભાવે શહેરમાં સીલ થયેલી શાળાઓ ફરી શરૂ થઈ જતા આ વિવાદ સામે આવ્યો છે. પરંતુ આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નહિ પણ શિક્ષણવિભાગ એકશનમાં છે. શહેરની ૪૦ શાળાના સંચાલકોને શિક્ષણ વિભાગે શો કોઝ નોટિસ ફટકારી છે. જેનો જવાબ નહિ આપનાર શાળા સામે કાર્યવાહી કરવાના આદેશ પણ આપવમાં આવ્યા છે. અમદાવાદ રાણીપ, ઘાટલોડિયા ચંદલોડિયા અને નારણપુરા સહિતની શહેરની ૪૦ શાળાના સંચાલકોએ સીલ થેયલી શાળાના સીલ તોડી શાળા શરૂ કરી દેવામાં આવી છે. જેની શિક્ષણ વિભાગે ગંભીરતાથી નોંધ લીધી છે. જે બાદ શાળાના સંચાલકોને આ મામલે ખુલાસો કરવા જણાવાયું છે. આ ખુલાસામાં સંચાલકે શાળામાં શિક્ષણ કામ ચાલુ છે કે કેમ, શાળાને બીયુ પરમીશન મળ્યું છે કે કેમ અને કોર્પોરેશન તરફથી શાળાના સીલ ખોલવામાં આવ્યા છે કે કેમ જેવા સવાલો સાથે ખુલાસો માંગવામાં આવ્યો છે. આ મામલે નિયત કરેલા સમયમાં શાળાઓ ખુલાસો નહિ આપી શકે તો તે શાળાઓ સામે કાર્યવાહી કરવાના આદેશ પણ કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગની આ કાર્યવાહીથી શાળાના સંચાલકોમાં ફરી ફફડાટ ફેલાયો છે. કારણ કે, જે તે સંચાલકોએ કોર્પોરેશનની મંજૂરી વિના જ શાળાઓના સીલ ખોલી નાખ્યા છે. આવી જ એક સીલ થેયલી શાળાના આચાર્ય જેપી પટેલે જણાવ્યું કે, કોર્પોરેશનએ વિદ્યાર્થીઓના હિતમાં ર્નિણય કરવો જાેઈએ. જાે શાળાઓ ફરી સીલ કરવામાં આવશે તો અમે અન્ય સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને ભણાવવાની અને કેટલાક અંશે ઓનલાઇન ભણાવવાની તૈયારી રાખી છે. જે તે સમયે વિદ્યાર્થીઓના રીઝલ્ટ માટે અને વિદ્યાર્થીઓના પ્રવેશ કાર્યવાહી માટે શાળાઓએ જાતે સીલ ખોલી શાળાઓ શરૂ કરી છે. એ જવાબ શિક્ષણ વિભાગમાં રજૂ કર્યો છે. મહત્વનું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બે મહિના અગાઉ સિલિંગ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ૪૦ જેટલી શૈક્ષણિક સંસ્થાઓને સીલ કરી દીધી હતી. હવે જ્યારે કોર્પોરેશનની પરવાનગી વગર જ શાળાઓ શરૂ કરી દેવાઈ છે અને નવા વિદ્યાર્થીઓને એડમીશન પણ શાળાઓ દ્વારા આપી દેવામાં આવ્યા છે. ત્યારે શિક્ષણ વિભાગ આવી શાળાઓ સામે આગામી દિવસોમાં કેવા પગલાં લે છે તે જાેવું રહ્યું.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope