છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૧૦ કોરોનાનાં કેસ સામે આવ્યા

કોરોનાને લીધે ૧૫ લોકોનાં મૃત્યુ થયા
અત્યાર સુધીમાં ૧૧૯૮૧૫ લોકો ડિસ્ચાર્જ થયા જ્યારે ૩૪૭૮નાં મૃત્યુ થયા :અમદાવાદમાં કુલ ૧૯૮ કેસ થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૨
રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના ૫૬,૭૩૨ ટેસ્ટ કરવામાં આવતા ૧૩૧૦ કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે ૧૫ દર્દીના મોત કોરોનાને લીધે થથા કુલ મૃત્યુઆંક ૩૪૭૮ થયો છે. રાજ્યમાં આજે કુલ કોરોના સંક્રમિત આંકડો ૧ લાખ ૪૦ હજાર ૫૫ થયો છે. રાજ્યમાં આજે ૧૨૫૦ દર્દીઓ સાજા થયા છે. આ સાથે કુલ ૧,૧૯,૮૧૫ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં આજની સ્થિતિએ ૧૬,૭૬૨ એક્ટિવ કેસ છે. જેમાં ૮૪ વેન્ટીલેટર પર અને ૧૬,૬૭૮ સ્ટેબલ છે. અનલોક ૫ના પ્રથમ દિવસે રાજ્યમાં ઓક્ટોબર માસમાં પ્રથમ દિવસે કોરોના પોઝિટિવનો આંકડો ૧૩૦૦ની સપાટી પર આવ્યો હતો. રાજ્યમાં આજે કોવિડ-૧૯ના લીધે ૧૫ દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૩, રાજકોટ કોર્પોરેશનમાં ૨, સુરત કોર્પોરેશનમાં ૨, વડોદરા કોર્પોરેશનમાં ૨, બનાસકાંઠામાં ૧, ભાવનગર કોર્પોરેશનમાં ૧, ગાંધીનગરમાં ૧, જામનગરમાં ૧, રાજકોટમાં ૧, સુરેન્દ્રનગરમાં ૧ મોત કોરોનાનાં કારણે નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ૧૭૩ અને જિલ્લામાં ૨૫ સાથે ૧૯૮ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૩૭ હજારને પાર અમદાવાદ શહેરમાં ૩૭૨૩૮ થયો છે. આજે ૩ મોત નોંધાતા કુલ મૃત્યુઆંક ૧૮૧૯ થયો છે. સુરત શહેરમાં ૧૭૭ અને જિલ્લામાં ૧૦૧ સાથે ૨૭૮ કેસ કોરોના નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૨૯૭૩૫ થયો છે. આજે ૨ મોત થતા કુલ મૃત્યુઆંક ૭૭૫ થયો છે. વડોદરા શહેરમાં ૮૭ અને જિલ્લામાં ૪૨ સાથે કુલ ૧૨૯ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૧૨૩૪૯ થયો છે. આજે ૨ મોત થતા કુલ મૃત્યુઆંક ૧૮૮ થયો છે. રાજકોટ શહેરમાં ૧૦૬ અને જિલ્લામાં ૪૫ સાથે કુલ ૧૫૧ કેસ કોરોનાના નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૯૫૫૭ થયો છે.જામનગર શહેરમાં ૬૪ અને જિલ્લામાં ૨૨ સાથે ૮૬ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૬ હજાર પાર થઈ ૬૨૬૭ થયો છે.
રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૨
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૩૧૦ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ
સુરત કોર્પોરેશન ૧૭૭
અમદાવાદ કોર્પોરેશન ૧૭૩
રાજકોટ કોર્પોરેશન ૧૦૬
સુરત ૧૦૧
વડોદરા કોર્પોરેશન ૮૭
જામનગર કોર્પોરેશન ૬૪
રાજકોટ ૪૫
વડોદરા ૪૨
મહેસાણા ૩૬
ભરૂચ ૩૨
કચ્છ ૩૧
અમરેલી ૨૮
ગાંધીનગર કોર્પોરેશન ૨૮
પાટણ ૨૭
બનાસકાંઠા ૨૬
અમદાવાદ ૨૫
જામનગર ૨૨
જુનાગઢ કોર્પોરેશન ૨૧
પંચમહાલ ૨૧
સુરેન્દ્રનગર ૨૧
મોરબી ૨૦
ભાવનગર કોર્પોરેશન ૧૮
ગાંધીનગર ૧૭
નર્મદા ૧૪
આણંદ ૧૨
ખેડા ૧૨
મહીસાગર ૧૧
સાબરકાંઠા ૧૧
દેવભૂમિ દ્વારકા ૧૦
ગીર સોમનાથ ૧૦
જુનાગઢ ૧૦
નવસારી ૧૦
ભાવનગર ૮
પોરબંદર ૭
અરવલ્લી ૬
દાહોદ ૬
તાપી ૫
વલસાડ ૫
છોટા ઉદેપુર ૩
બોટાદ ૨
કુલ ૧૩૧૦

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope