BROએ બનાવેલ ૪૩ પુલોને રાજનાથ દેશને સમર્પિત કરશે

લદાખથી અરૂણાચલ સુધીના પુલો સમર્પિત
૪૩ પુલોની મદદથી LoC અને LAC પર સૈનિકોની તૈનાતીમાં સરળતા મળશે, હથિયારો સરળતાથી પહોંચશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૪
નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ લદાખ, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં નિર્મિત ૪૩ પુલોને આજે રાષ્ટ્રને સમર્પિત કરશે. અધિકારીઓએ જણાવ્યું કે ૪૩ પુલોમાં લદાખના પણ સાત પુલ સામેલ છે, જે વ્યૂહાત્મક રીતે અગત્યના છે અને તે સશસ્ત્ર દળોના સૈનિકો અને હથિયારોને અવર-જવરમાં મદદ કરશે. એક અધિકારીએ કહ્યું કે, રક્ષા મંત્રી સાત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુલોનું ઉદ્‌ઘાટન એક ઓનલાઇન કાર્યક્રમમાં કરશે. બોર્ડર રોડ્‌સ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિર્મિત આ પુલોનું ઉદ્‌ઘાટન એવા સમયે કરવામાં આવી રહ્યા છે જ્યારે પૂર્વ લદાખમાં ભારત અને ચીનની વચ્ચે ગતિરોધ ઉત્પન્ન છે. આ પુલોમાંથી ૧૦ જમ્મુ-કાશ્મીરમાં, બે હિમાલચ પ્રદેશમાં, આઠ-આઠ ઉત્તરાખંડ અને અરૂણાચલ પ્રદેશ અને ચાર-ચાર સિક્કિમ અને પંજાબમાં સ્થિત છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજનાથ સિંહ અરૂણાચલ પ્રદેશમાં તવાંગ જનારા એક અગત્યના રોડ પર નેચિફૂ સુરંગની પણ આધારશિલા રાખશે. આ પુલોની મદદથી લાઇન ઓફ કન્ટ્રોલ અને વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈનિકોની તૈનાતીમાં સરળતા મળશે, સાથોસાથ સરહદ પર તૈનાત સૈનિકોની મદદ માટે હથિયાર અને અન્ય સામગ્રી સરળતાથી પહોંચાડી શકાશે. આ ઉપરાંત આ પુલોથી સ્થાનિક લોકોને પણ લાભ મળશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope