કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી અંગડીનું કોરોનાથી નિધન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો
ચાર વખતના સાંસદ સુરેશ અંગડીને કોરોનાની સારવાર માટે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૪
કોરોના વાયરસ સામે લડી રહેલા કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગડીનું બુધવારે નિધન થયું છે. સુરેશ અંગડીને સારવાર માટે દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. તેમના નિધનથી તેમના પરિવારની સાથે કેન્દ્રીય મંત્રી મંડળમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેશ અંગડીના નિધન પર શોક વ્યક્ત કરતા ટિ્‌વટ કરી હતી કે, સુરેશ અંગડી એક અસામાન્ય કાર્યકર્તા હતા જેમણે કર્ણાટકમાં પાર્ટીના મજબૂત બનાવવા માટે તનતોડ મહેનત કરી હતી. તેઓ એક પ્રતિબદ્ધ એમપી અને અસરકારક મંત્રી હતા. તેમના નિધનથી મને ઘણું જ દુઃખ થયું છે. આ દુઃખની ઘડીમાં હું તેમના પરિવાર અને મિત્રોને સાંત્વના પાઠવું છું. ઓમ શાંતિ. ઘણા નેતાઓએ અંગડીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કેન્દ્રીય મંત્રીના નિધન અંગે શોક વ્યક્ત કરતા ટિ્‌વટ કરી છે કે, મને હસતા અંગડીજી યાદ છે. તેમના નિધનના સમાચાર સાંભળીને મને ઘણું દુઃખ થયું છે. જ્યારે ભાજપના નેતા સંબિત પાત્રાએ ટિ્‌વટ કર્યું છે કે સુરેશ અંગડીજીનું નિધન થયું છે, ઓમ શાંતિ. સુરેશ અંગડી કર્ણાટકના બેલાગાવી મત વિસ્તારમાંથી ચાર વખત લોકસભાના એમપી રહ્યા હતા. તેઓ ૨૦૦૪, ૨૦૧૪ અને ૨૦૧૯મા ચૂંટાયા હતા. બેલાગાવીના કોપ્પા ગામમાં જન્મેલા સુરેશ અંગડીએ રાજા લાખમગૌડા લો કોલેજમાંથી કાયદાની ડીગ્રી મેળવી હતી. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે. ઘણા મંત્રીઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો. ગૃહ મંત્રી અમિત શાહ, કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરી, આયુષ મંત્રી શ્રીપાદ નાયક, જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, સંસદીય મામલાના મંત્રી અર્જુન રામ મેઘવાલ અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામેલ છે. સુરેશ અંગડીને ૧૧ સપ્ટેમ્બરે કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ વાતની જાણકારી તેમણે જાતે જ ટિ્‌વટરના માધ્યમથી આપી હતી. તેમણે ટિ્‌વટ કરીને લખ્યું હતું કે, આજે મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં સારું છે, ડોક્ટરોએ સલાહ આપી છે તેનું હું પાલન કરી રહ્યો છું. આ સાથે જ તેમણે અપીલ કરી હતી કે છેલ્લા કેટલાક દિવસોથી તેમના સંપર્કમાં આવેલા લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે અને જો કોઈ પણ પ્રકારના લક્ષણ જોવા મળે તો પોતાનો ટેસ્ટ કરાવે.કોરોના વાયરસ સામે લડી રહેલા કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગડીનું બુધવારે નિધન થયું છે. સુરેશ અંગડીને સારવાર માટે દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope