૨૦૨૦માં દેશના અર્થતંત્રને નુકસાનની અસર કાયમી હશે

યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટનો રિપોર્ટ
૨૦૨૦માં વૈશ્વિક અર્થતંત્રમાં ૪.૩ ટકા ઘટાડો જોવાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંયુક્ત રાષ્ટ્ર,તા.૨૪
કોરોના મહામારીને કારણે ૨૦૨૦માં ભારતના અર્થતંત્રમાં ૫.૯ ટકાનો ઘટાડો જોવા મળશે તેમ યુનાઇટેડ નેશન્સે પોતાના અહેવાલમાં જણાવ્યું છે. આ અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે ભારતનો જીડીપી આગામી વર્ષે વધી જશે પણ ૨૦૨૦માં અર્થતંત્રમાં થયેલા ઘટાડાથી થયેલા નુકસાનની અસર કાયમી રહેશે. ેંદ્ગ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલોપમેન્ટ દ્વારા જારી કરાયેલા ટ્રેડ એન્ડ ડેવલોપમેન્ટ રિપોર્ટ, ૨૦૨૦માં જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વ મંદીમાંથી પસાર થઇ રહ્યું છે. અહેવાલ અનુસાર ૨૦૨૦માં વૈશ્વિક અર્થતંત્રમાં ૪.૩ ટકાનો ઘટાડો જોવા મળશે. ેંદ્ગઝ્ર્‌છડ્ઢના જણાવ્યા અનુસાર ૨૦૨૦માં દક્ષિણ એશિયાના અર્થતંત્રમાં ૪.૮ ટકાનો ઘટાડો જોવા મળશે. જો કે ૨૦૨૧માં દક્ષિણ એશિયાના અર્થતંત્રમાં ૩.૯ ટકાની રિકવરી જોવા મળશે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૨૦માં ભારતના જીડીપીમાં ૫.૯ ટકાનો ઘટાડો જોવા મળશે જ્યારે ૨૦૨૧માં જીડીપીમાં ૩.૯ ટકાની રિકવરી જોવા મળશે. આ અહેવાલમાં જણાવવાં આવ્યું છે કે કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા માટે ભારતમાં લાદવામાં આવેલા કડક લોકડાઉનને કારણે મોટા ભાગની આર્થિક પ્રવૃત્તિઓ બંધ થઇ જતાં ૨૦૨૦માં ભારતમાં મંદી જોવા મળી રહી છે. ેંદ્ગઝ્ર્‌છડ્ઢ મુજબ ૨૦૨૦માં અમેરિકાના અર્થતંત્રમાં ૫.૪ ટકાનો ઘટાડો જોવા મળશે જ્યારે ૨૦૨૧માં અમેરિકાના જીડીપીમાં ૨.૮ ટકાની રિકવરી જોવા મળશે. આ અહેવાલ મુજબ ચીનના જીડીપીમાં ચાલુ વર્ષે ૧.૩ ટકા અને ૨૦૨૧મા ૮.૧ ટકાની વૃદ્ધિ જોવા મળશે. જે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે હશે. વિકાસશીલ દેશોમાં ૯ થી ૧૨ કરોડ લોકો અત્યંત ગરીબીમાં ધકેલાઇ જશે અને ૩૦ કરોડ લોકોને ખાદ્ય અસલામતીનો સામનો કરવો પડશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope