હું હારી જઈશ તો વ્હાઈટ હાઉસ છોડીશ નહી : ટ્રમ્પ

બીડેન સામે ડોનાલ્ડ ટ્રમ્પ બહુ પાછળ છે
આ વખતે અમેરિકાની ચૂંટણીના પરીણામ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી શકે છે, ટ્રમ્પને પોસ્ટલ વોટિંગને લઇને શંકા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વૉશિંગ્ટન,તા.૨૪
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવેમ્બર મહિનામાં યોજાનારી ચૂંટણીમાં હારી જવાની સ્થિતિમાં શાંતિપૂર્ણ રીતે સત્તાનું હસ્તાંતરણ કરવાનો ઇનકાર કરી દીધો છે. વ્હાઇટ હાઉસમાં પત્રકાર સમ્મેલનમાં ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં જો તેઓ બીડેન સામે ચૂંટણી હારી જાય છે તો સત્તા ટ્રાન્સફર કેટલી સરળ હશે? તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે કોઇ ગેરંન્ટી નથી આપી શકતો. જોકે, તેમણે તેમ પણ કહ્યું કે,‘ઠીક છે, હજી આપણે તે જોવાનું છે કે પરિણામ શું આવે છે?’ ટ્રમ્પ ઓપિનીયન પોલમાં પોતાના ડેમોક્રેટિક ઉમેદવાર જો બીડેનથી પાછળ ચાલી રહ્યાં છે. દરમિયાન ટ્રમ્પે ફરી ચૂંટણીના આયોજનની રીત પર પોતાની ફરિયાદો શરૂ કરી દીધી છે. ટ્રમ્પે કહ્યું કે આ વખતે અમેરિકાની ચૂંટણીના પરીણામ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી શકે છે કારણકે તેમણે પોસ્ટલ વોટિંગને લઇને શંકા છે. જણાવી દઇએ કે અમેરિકાના મોટાભાગના રાજ્ય કોરોના વાઇરસથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોસ્ટલ બેલેટ વડે વોટિંગ કરાવાના પક્ષમાં છે. ટ્રમ્પે આગળ કહ્યું કે,‘તમે જાણો છે કે પોસ્ટલ બેલેટને લઇને મારી ફરિયાદ રહી છે કે આ એક આપદા છે. ટ્રમ્પ અગાઉ ઘણીવાર દાવો કરી ચુક્યા છે કે પોસ્ટલ બેલેટ(પોસ્ટમાં મોકલવામાં આવતા બેલેટ પેપર)માં મોટાપાયે ઘોખાઘડીનું સાધન છે અને ડેમોક્રેટ દ્વારા ચુંટણી પ્રક્રિયામાં ધાંધલી કરવા માટે તેને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. લોકો અશાંત છે એવા એક સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે તમે આ બેલેટ પેપરથી છુટકારો મેળવો તો સત્તાંનું શાંતિપૂર્ણ હસ્તાંરણ નહીં પરંતુ સરકાર શાંતિપૂર્ણ રીતેથી ચાલતી રહેશે. વર્ષ ૨૦૧૬માં પણ ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવાર હિલેરી ક્લિંટનની સામે ચૂંટણીના પરીણામ સ્વિકારવાથી ઇન્કાર કરી દીધો હતો. હિલેરી ક્લિન્ટન ત્યારે તેને લોકશાહી પર હુમલો ગણાવ્યો હતો. પાછળથી ટ્રમ્પ વિજયી તો થયા પણ પોપ્યુલર વોટિંગમાં ૩૦ લાખના અંતરથી હારી ગયા હતા. ટ્રમ્પ આ નિર્ણયને લઇને હજુ પણ શંકા વ્યક્ત કરે છે. ટ્રમ્પના આ નિવેદનને લઇને તેમની પાર્ટીના લોકો જ ટીકા કરી રહ્યાં છે. રિપબ્લીકન સેનેટર મિટ રોમે ટ્‌વીટ કરી કહ્યું કે લોકતંત્રનો મૂળ મંત્ર છે કે સત્તાનું સાંતિપૂર્ણ હસ્તાંતરણ, તેના વગર આપણે દેશ બેલારુસ બની જશે. બંધારણમાં આપવામાં આવેલી ગેરેન્ચી મનાવાથી અકલ્પનીય અને અસ્વીકાર્ય છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope