સોમનાથ મંદિરનું શૌચાલય છેલ્લા ૧૫ દિવસથી બંધ

જાણવણી કરવામાં તંત્ર ઉણું ઉતર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રભાસ પાટણ,તા.૨૨
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર પાસે રાજ્ય સરકાર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દેશ વિદેશથી આવતા યાત્રિકોની સુવિધા માટે સોમનાથ મંદિર પાસે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાની પાછળ રોડ સાઇડની રેલીંગ પાસે સરકારે મોટી આશા રાખીને જાહેર શૌચાલય, સ્નાનાઘર, લોકરરુમ, યુરીનલ લેડીઝ જેન્ટસ અલગ અલગ બનાવી આપેલું હતું. જે છેલ્લા પંદર દિવસથી સાવ બંધ છે. લોકો યાત્રિકો અને સોમનાથ સુરક્ષા સ્ટાફને પારાવાર અગવડ પડે છે. હાલના વ્યવસ્થાપક દ્વારા સોમનાથ ટ્રસ્ટને ભવનની પાણી ચઢાવતી મોટર બળી ગયાનું ઓફીસમાં જઇ વારંવાર જણાવેલ છે. પણ પરિણામ શુન્ય અને ના છુટકે પંદર દિવસથી તાળા પણ લાગી ગયાં છે. તા.૨૭ સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસ છે. ત્યારે સરકારના તંત્રે આભવનની મોટરની મરામત કરાવવામાં કે અન્ય સ્ટાફ ચાલુ કરવામાં ઘોર બેદરકારી દાખવનાર સામે કડક પગલાં લેવા જરૂરી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope