રાજ્યસભામાં હોબાળો કરનારા ૮ સાંસદ સસ્પેન્ડ

કૃષિ બિલને લઈને વિપક્ષે હોબાળો કર્યો હતો
ડેરેક ઓ બ્રાયન, સંજય સિંહ, રાજીવ સાતવ સહિત આઠ સાંસદોને એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૨૧
સંસદના ચોમાસું સત્રનો આજે આઠમો દિવસ છે. રાજ્યસભામાં આજે વિપક્ષી સાંસદનો મુદ્દો ઉઠ્‌યો. સભાપતિએ હોબાળો કરનારા સાંસદો સામે કાર્યવાહી હાથ ધરી છે. હોબાળો કરનારા વિપક્ષી દળોના સાંસદોને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદોમાં ડેરેક ઓ બ્રાયન, સંજય સિંહ, રિપૂન બોરા, નઝીર હુસૈન, કેકે રાગેશ, એ. કરીમ, રાજીવ સાતવ, ડોલા સેન સામેલ છે. આ દરમિયાન રાજ્યસભાના ઉપસભાપતિની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સભાપતિ વૈંકેયા નાયડૂએ ફગાવી દીધો છે. રાજ્યસભામાં કૃષિ બિલની ચર્ચા વખતે રવિવારે બનેલી ઘટના પર સભાપતિએ કહ્યું કે રાજ્યસભા માટે સૌથી ખરાબ દિવસ હતો. કેટલાક સાંસદોએ પેપર ફેંક્યા. માઇકને તોડી દીધા. રૂલ બુકને ફેંકવામાં આવી. આ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. ઉપસભાપતિને ધમકી આપવામાં આવી. તેમની સામે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી. રવિવારે રાજ્યસભામાં બે અગત્યના કૃષિ બિલોને સરકારે ભારે હોબાળાની વચ્ચે પાસ કરાવી લીધા. આ દરમિયાન તૃણમૂલ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ વેલમાં આવીને હોબાળો કર્યો. કેટલાક સાંસદોએ ઉપસભાપતિની સામે પહોંચીને બિલની નકલોને ફાડી દીધી અને ઉપસભાપતિના માઇકને પણ ઉખાડવાનો પ્રયાસ કર્યો. આ બધાનું વીડિયો રેકોર્ડીગ સંસદીય કાર્ય મંત્રાલયની પાસે છે. આજે રાજ્યસભામાં ત્રીજું કૃષિ બિલ રજૂ કરવામાં આવશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope