સુશાંત સિહના મોતના મુદ્દાને કંગનાએ ભટકાવ્યો : રેણુકા

કંગના રનૌત પર અભિનેત્રી ભડકી
કંગનાએ મુંબઈ પોલીસ, મહારાષ્ટ્ર સરકારને ટાર્ગેટ કરવાનું શરુ કરવા સાથે જ સુશાંતનો કેસ આડા પાટે ચઢી ગયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૨૩
બોલિવુડ એક્ટ્રેસ રેણુકા શહાણે સોશિયલ મીડિયા પર પોતાની વાત રાખતી આવી છે. સુશાંત સિંહ રાજપૂતનો કેસ છેલ્લા ત્રણ મહિના કરતાં વધુ સમયથી ચર્ચામાં છે ત્યારે તેને લાગે છે કે, હાલ જે ચર્ચા ચાલી રહી છે અને જે કંઈ થઈ રહ્યું છે તેને સુશાંતના કેસ સાથે કોઈ સંબંધ નથી. આ સાથે તેણે કંગના રનૌત પર પણ પ્રહાર કર્યા છે. એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત કરતા રેણુકાએ કહ્યું કે, સુશાંતનો કેસ તો ત્યારે જ પાછળ છૂટી ગયો હતો જ્યારે કંગના રનૌતે મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારને ટાર્ગેટ કરવાનું શરુ કરી દીધું હતું તેમજ મુંબઈની સરખામણી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથે કરી હતી. તેણે કહ્યું કે, આ તમામ મુદ્દા સુશાંતના મોતના મામલા સાથે જોડાયેલા નથી. રેણુકાએ તેમ પણ કહ્યું કે, સુશાંતના મુદ્દા પર પણ કંગનાનું પહેલું રિએક્શન એ હતું કે, આ બધું માત્ર નેપોટિઝમના કારણે થયું છે. રેણુકા શહાણેએ કંગનાએ ઉર્મિલા માતોંડકરને લઈને આપેલા નિવેદનની પણ નિંદા કરી હતી. ઉલ્લેખનીય છે કે, કંગનાએ ઉર્મિલાને ’સોફ્ટ પોર્ન સ્ટાર’ કહી હતી. જેના પર રેણુકાએ કહ્યું કે, કંગનાએ શાલીનતાની હદ પાર કરી દીધી છે અને આ બધી બેકાર વાતો તે પોતાની અભિવ્યક્તિની આઝાદીના નામ પર બોલી રહી છે. રેણુકાએ તેમ પણ કહ્યું કે, તેને કંગના રનૌત પાસેથી સંવેદનશીલતાની કોઈ પણ અપેક્ષા નથી. ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ ૧૪ જૂને મુંબઈ એપાર્ટમેન્ટમાંથી પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. આ કેસમાં હાલ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન, ઈડી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો તપાસ કરી રહ્યું છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, કે જે આ કેસની મુખ્ય આરોપી છે તેની તેમજ તેના ભાઈ શૌવિક, મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાની ડ્રગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope