બોલિવૂડ માટે સ્પષ્ટતા કરવાનો આ શ્રેષ્ઠ સમય : રવિના ટંડન

ડ્રગમાં બોલિવૂડના નામ આવતા રવિના ટંડન બોલી
સુશાંતના કેસમાં ડ્રગ એંગલ આવ્યા બાદથી એનસીબીની તપાસમાં બોલિવૂડના મોટા-મોટા નામ સામે આવી રહ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૨૩
સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ડ્રગ એંગલ નીકળીને સામે આવ્યા બાદ હવે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ કેસની તપાસ કરી રહી છે. એનસીબીની તપાસમાં રિયા ચક્રવર્તી બાદ બોલિવૂડ સાથે જોડાયેલા એક પછી એક નામ સામે આવી રહ્યા છે. રિયા બાદ ડ્રગ્સના ઉપયોગમાં મોટા નામ સામે આવી રહ્યા છે. આ એક્ટ્રેસિસના નામ સામે આવ્યા બોલિવૂડમાં ચકચાર મચી ગઈ છે. આના પછીની માનવામાં આવી રહ્યું છે કે, બોલિવૂડમાં ડ્રગ્સે પોતાના મૂળ ઊંડે સુધી જમાવી લીધા છે. હવે આ મુદ્દે પોતાના સમયની જાણીતી એક્ટ્રેસ રવીના ટંડનનું રિએક્શન સામે આવ્યું છે. ડ્રગ ચેટમાં સામે આવેલા બોલિવૂડના નામો પર રિએક્ટ કરતા રવીનાએ ટ્‌વીટર પર લખ્યું, ’હવે સ્પષ્ટતા આપવાનો સમય આવી ગયો છે. ખૂબ જ આવકારવા લાયક પગલું. આપણે આપણી આવનારી પેઢીઓ અને બાળકોની મદદ કરીશું. અહીંથી જ શરૂઆત કરીશું, ત્યારબાદ નિશ્ચિતપણે તમામ સેક્ટર્સમાં આગળ વધીએ. આને જડથી ઉખાડી ફેંકો. જે પણ દોષિત, યુઝ કરનારા, ડીલર્સ અને સપ્લાયર્સ છે તેમને સજા આપો. આનો ફાયદો ઉઠાવી રહેલા મોટા લોકોના નિશાના પર છે જે બીજા લોકો તરફ ધ્યાન આપ્યા વિના તેમની જિંદગી ખરાબ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, ડ્રગ્સના મુદ્દે કંગના રનોટ સહિત ઘણા સેલેબ્સે બોલિવૂડની ખૂબ આલોચના કરી છે. જોકે, ઘણા સેલેબ્સે કહ્યું કે, છે કે, અમુક ડ્રગ્સ લેનારાઓને કારણે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બદનામ ન કરવી જોઈએ. આ મુદ્દે જયા બચ્ચનની કૉમેન્ટ આવ્યા બાદ કંગના રનોટે પણ ટ્‌વીટ કરીને તેમની આલેચના કરી હતી જ્યારબાદ ઘણા બધા સેલિબ્રિટિઝ જયા બચ્ચનના સપોર્ટમાં આવી ગયાં હતાં. ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં ડ્રગ્સનું કનેક્શન સામે આવ્યા બાદ દ્ગઝ્રમ્ દ્વારા તેની તપાસ થઈ રહી છે. થોડા દિવસ પહેલા એનસીબીની ટીમે સુશાંતના ફાર્મહાઉસ પર રેડ કરી હતી જ્યાંથી તેમને હુક્કા, એશટ્રે સહિત ઘણી બધી વસ્તુઓ બરામદ થઈ હતી. સુશાંતની નજીક તથા કેટલાક ડ્રગ પેડલર્સને પણ એનસીબી અરેસ્ટ કર્યા છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને પણ જ્યૂડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope