શિક્ષિકાના ફોટા વાયરલ કરવાની યુવકે ધમકી આપી

સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારની ઘટના
લોકડાઉન સમયે શિક્ષિકાના સોશિયલ મીડિયામાંથી ફોટા ઉઠાવી તેના પર લખાણ લખી તેને યુવક હેરાન કરતો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત, તા.૨૨
સુરતના સૌથી સારા ગણાતા પાર્લે પોઇન્ટ વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય શિક્ષિકને લોકડાઉન દરમિયાન અજાણ્યાએ વ્હોટ્‌સએપમાં બીભત્સ ફોટો મોકલ્યા હતા. શિક્ષિકા મહિલાએ નંબર બ્લોક કર્યો તો અલગ-અલગ નંબર પરથી કોલ કરીને ધમકી આપતો હતો. અજાણ્યાએ ધમકી આપતા કહ્યું હતું કે, પોલીસ ફરિયાદ કરીશ તો તારા ફોટા ૨૦૦ ગ્રુુપમાં વાયરલ કરી દઇશ. આ અંગે મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે. ત્યાર બાદ ફરી આ યુવકે ૧૭મી સપ્ટેમ્બરના રોજ તેને મોબાઇલ પરથી મેસેજ આવ્યો હતો. જેમાં બીભત્સ ફોટા હતા. શિક્ષિકાએ આ ફોટા ડિલીટ કરી દીધા હતા. ત્યારબાદ ફરી તેણીન મેસેજ આવ્યો હતો. જેમાં શિક્ષિકાના ફોટા નીચે બીભત્સ લખાણ લખેલું હતું. જોકે આ શિક્ષિકા દ્વારા આ નંબર બ્લોક કરી નાખતા એક યુવક સતત બીજા નંબરથી ફોન કરી હેરાન કરવાનું ચાલુ કર્યુ હતુ. જોકે, શિક્ષિકાએ પોલીસ ફરિયાદની ધમકી આપતા આ યુવાને પોલીસ ફરિયાદ કરશેતો અલગ અલગ ૨૦૦ ગુપમાં આ ફોટા ફરતા કરવાની ચીમકી આપી હતી. જોકે, લોકડાઉન સમયે શિક્ષિકાના સોશિયલ મીડિયામાંથી ફોટા ઉઠાવી તેના પર લખાણ લખી તેને હેરાન કરતો હોવાને લઇને શિક્ષિકા એ આ યુવાન વિરુદ્ધ આજે સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી પકડી પાડવાની કવાયત હાથ ધરી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope