એક દિવસના ઉપવાસ કરીશ, કદાચ સાંસદોને સદબુદ્ધિ આવે

હરિવંશે સભાપતિ વેંકૈયા નાયડૂને પત્ર લખ્યો
૨૦ સપ્ટેમ્બરે જે કંઈ પણ થયું, તેના કારણે બે દિવસથી આત્મપીડા, માનસિક વેદનામાં હોવાનો પત્રમાં ઉલ્લેખ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૨૨
સંસદના ચોમાસું સત્ર દરમિયાન રવિવારે રાજ્યસભામાં કૃષિ બિલો પર ઘણો હોબાળો જોવા મળ્યો હતો. કેટલાક રાજ્યસભા સાંસદોએ ઉપસભાપતિ હરિવંશની સાથે અમર્યાદિત આચરણ પણ કર્યું. ત્યારબાદ સોમવારે સભાપતિએ તેમની સામે પગલાં લેતા ૮ સાંસદોને સસ્પેન્ડ કરી દીધા હતા. બીજી તરફ ઉપસભાપતિ હરિવંશે આ સમગ્ર મામલે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂને પત્ર લખ્યો છે. તેઓએ પત્રમાં લખ્યું છે કે ૨૦ સપ્ટેમ્બરે રાજ્યસભામાં જે કંઈ પણ થયું, તેના કારણે હું છેલ્લા બે દિવસથી આત્મપીડા, તણાવ અને માનસિક વેદનામાં છું. હું આખી રાત ઊંઘી નથી શક્યો. હરિવંશે પત્રમાં લખ્યું છે કે, ભગવાન બુદ્ધ મારા જીવનના પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. બિહારની ધરતી પર જ આત્મજ્ઞાન મેળવનારા બુદ્ધે કહ્યું હતું કે, આત્મદીપ ભવઃ મને લાગે છે કે ઉચ્ચ ગૃહની મર્યાદિત પીઠ પર મારી સાજે જે અપમાનજક વ્યવહાર થયો, તેના માટે મારે એક દિવસનો ઉપવાસ કરવો જોઈએ. કદાચ મારા આ ઉપવાસથી ગૃહમાં આ પ્રકારનું આચરણ કરનારા માનનીય સભ્યોની અંદર આત્મશુદ્ધિનો ભાવ જાગૃત થઈ જશે. ઉપસભાપતિએ પત્રમાં વધુ લખ્યું છે કે, મારા આ ઉપવાસ આ ભાવનાથી પ્રેરિત છે. બિહારની ધરતી પર જન્મેલા રાષ્ટ્રકવિ દિનકર બે વાર રાજ્યસભાના સભ્ય રહ્યા. કાલે ૨૩ સપ્ટેમ્બરે તેમની જન્મતિથિ છે. આજે એટલે કે ૨૨ સપ્ટેમ્બરની સવારથી કાલે ૨૩ સપ્ટેમ્બરની સવાર સુધી હું આ અવસરે ૨૪ કલાકના ઉપવાસ કરી રહ્યો છું. તેઓએ કહ્યું છે કે કામકાજ પ્રભાવિત ન થાય તેથી હું ઉપવાસ દરમિયાન પણ રાજ્યસભાના કામકાજમાં નિયમિત અને સામાન્ય રીતે ભાગ લઈશ. હરિવંશે પત્રમાં લખ્યું કે, મારું માનવું છે કે હાલમાં ગૃહ પ્રતિભાવાન અને કમિટેડ સભ્યોથી ભરેલું છે. આ ગૃહમાં આદર્શ ગૃહ બનવાની પૂરેપૂરી ક્ષમતાઓ છે. એવું આપણને દર વખતે ચર્ચામાં જોવા મળ્યું છે. પરંતુ માત્ર એક સપ્તાહમાં મારી સાથે આવો અનુભવ થયો જેની કલ્પના પણ નહોતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope