નાયબ મામલદાર એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

જમીનમાં એનએ કરવા માટે લાંચ માગી
જમીન ધંધાર્થે નાખવા તથા અન્ય કોમર્શિયલ ઉપયોગ અથવા વેચાણ માટે બીનખેતી કરવા અરજી કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢ, તા.૨૪
સામાન્ય રીતે અત્યારે કોઈપણ સરકારી કામ કરાવવા માટે લોકોને સરકારી બાબુઓને ચા પાણીના એટલે કે લાંચ માટે રૂપિયા આપવા પડે છે ત્યારે પોતાનું કામ નીકળે. જોકે, આવાં લાંચીયા અધિકારીઓ સામે નાગરીકો પણ જાગૃત થઈને એસીબીનો સહારો લેતા હોય છે. અને એસીબીના હાથે પકડાવવામાં ઉમદા કામગીરી કરતા હોય છે. આવો જ એક કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે. અહીં જૂનાગઢ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર જમીન એનએ કરવા માટે એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા. મળતી માહિતી પ્રમાણે ફરિયાદીએ પોતાની માલીકીની જમીન ધંધાર્થે કારખાનું નાખવા તથા અન્ય કોમર્સિયલ ઉપયોગ અથવા વેચાણ કરવા સારુ બીનખેતી કરવાની હોય ઓનલાઇન અરજીઓ કરેલી હતી. જે બાબતે આક્ષેપીતને રૂબરૂ મળ્યા હતા. અને પોતે કરેલી અરજી બાબતે વાતચીત કરતા દર ચોરસ મીટરે રૂપિયા ત્રીસ (રૂા.૩૦)નો વહીવટ કરવો પડશે. તેમ આક્ષેપીતે જણાવેલ જે ચોરસ મીટર દીઠ રૂા.૩૦ લેખે અંદાજીત રૂા.૩,૯૦,૦૦૦ જેટલી મોટી રકમ લાંચ પેટે આપવાની થતી હતી. જે લાંચની રકમ ફરિયાદી પોતે આપવા માંગતો ન હોય આક્ષેપીતની કચેરી ખાતે રૂબરૂમાં જઇ હેતુલક્ષી વાતચીત કરી રકજકના અંતે રૂપિયા ત્રણ લાખ રૂપિયાનો વહીવટ કરવો પડશે તેવી માંગણી કરી હતી. ફરિયાદીએ રૂપિયા એક લાખ આજરોજ આક્ષેપીત મકવાણાને આપવાનુ અને બાકીના રૂપિયા કામ પતી ગયા પછી આપવાનો વાયદો કર્યો હતો. જે ફરિયાદીની ફરિયાદ આધારે લાંચનું છટકુ ગોઠવતા આરોપીએ લાંચની રકમ રૂ.૧,૦૦,૦૦૦ સ્વીકારતા સ્થળ પર ઝડપાઈ ગયા હતા. સુપર વીઝન અધિકારી બી એલ દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર એમ. એ વાઘેલા એ છટકુ ગોઠવતા નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપ્યા હતા.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope