જો સંતુલીત ટીમ ના હોય તો તમારે વધુ સક્રિય થવું જોઇએ

ટીમના સંતુલનને લઈ ગંભીરનો કોહલી ઉપર સવાલ
ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે આઈપીએલમાં બેંગ્લોરની ટીમ ૨૦૧૬ પછી પહેલી વાર સંતુલિત દેખાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુબઈ,તા.૧૬
આઈપીએલ ૨૦૨૦માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ૨૦૧૬ પછી પહેલી વાર સંતુલિત દેખાઈ છે તેવું ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે. જો કે દરેક સીઝનમાં, ટીમના ચાહકોને આશા છે કે તેઓ આ વખતે વિજય મેળવશે, પરંતુ હજી સુધી માત્ર નિષ્ફળતા મળી છે. ઘણી વખત ટીમના સંતુલન અંગે પ્રશ્નો ઉભા થયા છે, જોકે, પૂર્વ ભારતીય બેટ્‌સમેન ગૌતમ ગંભીરે કોહલીના નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે. ૨૦૧૬ ની સીઝનમાં, આરસીબી કોહલીની કેપ્ટનશીપ હેઠળ ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ ટીમને ટાઇટલ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી, ટીમ એક વાર પણ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી નથી. જોકે કોહલી આ વખતે ટીમ સંતુલન થી સંતુષ્ટ છે. કોલકાતા નાઈટ રાઇડર્સને ૨ વખત ચેમ્પિયન બનાવનારા પૂર્વ કેપ્ટન ગંભીરનું માનવું છે કે, જો ૨૦૧૬ પછી કોહલીને ટીમમાં કોઈ ઉણપ મળી હોત, તો તેણે તેને દૂર કરવા માટે કામ કરવું જોઈએ. ગૌતમ ગંભીરે એક શોમાં જણાવ્યું હતું કે, પહેલી વાત એ છે કે વિરાટ કોહલી ૨૦૧૬થી આરસીબીનો કેપ્ટન છે. તેથી જો અગાઉ ટીમમાં સંતુલન ન હોય, તો કોહલીને વધુ (ટીમની તૈયારીમાં) સક્રિય થવુ જોઈએ. આટલું જ નહીં, કોહલીથી વિપરીત, ગંભીરનું માનવું છે કે આરસીબી હજી પણ બેટ્‌સમેનો પર નિર્ભર ટીમ છે. જો કે, તેમણે કહ્યું કે યુએઈનાં મેદાન બેંગ્લોરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ કરતા વધુ મોટા છે અને બેંગ્લોરના બોલરો વધુ સારૂ પ્રદર્શન કરી શકે છે. ગંભીરના જણાવ્યા અનુસાર, ભારતની સૌથી નાનુ ગ્રાઉન્ડ અને ફ્લેટ વિકેટ ચિન્નાસ્વામીમાં છે, તેથી બોલરો ખુશ થશે અને આ વખતે ઉમેશ યાદવ અને નવદીપ સૈની જેવા બોલરો પાસે થી તમે વધુ સારું પ્રદર્શન મેળવી શકો છો.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope