ગોતા હાઉસિંગમાંથી ૭ વર્ષની બાળકી ગુમ થતાં સનસનાટી

પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
બાળકીની શોધખોળ માટે સોલા પોલીસ ટીમ લાગી ગઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૧૩
સોલા વિસ્તારમાં આવેલા ગોતા હાઉસિંગ ખાતેથી ૭ વર્ષની બાળકી ગુમ થઈ જતાં સોલા પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં બાળકીને શોધવા પ્રયત્નો શરૂ કર્યા છે. પોલીસે કેટલાક લોકોની પૂછપરછ પણ હાથ ધરી છે. સોલાના ગોતા હાઉસિંગ વિસ્તારમાં રહેતાં રાજેશ રાઠોડ પત્ની અને ૭ વર્ષની બાળકી ખુશી સાથે રહે છે. રાજેશભાઇ અને તેમના પત્ની મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાજેશભાઈની ૭ વર્ષની પુત્રી ખુશી શનિવારે સાંજે ઘર પાસે રમતી હતી.જો કે મોડી સાંજ સુધી દીકરી ઘર ના આવતા પરિવારજનોએ તપાસ કરી હતી. જોકે બાળકીનો કોઈ પતો ના લાગતા બનાવની જાણ સોલા પોલીસને કરવામાં આવી હતી. સોલા પોલીસ સ્ટેશનના પીઆઈએ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ બાળકીના અપહરણ અંગે ગુનો નોંધવાની કાર્યવાહી કરી તો બીજી પોલીસ ટીમને બાળકીની શોધખોળ માટે લગાવી હતી. પોલીસ તપાસમાં ઘર પાસે રમતી બાળકી ખુશી અચાનક ગુમ થઈ ગઈ હતી. પોલીસે સમગ્ર ગોતા હાઉસીંગ વિસ્તારમાં તપાસ શરૂ કરી છે. બાળકીની શોધખોળ માટે મોટા ભાગના સ્ટાફને કામે લગાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે,૨૦૦૯માં બાપુનગરમાંથી ગુમ ૭ વર્ષની બાળકીની લાશ ઘર પાસે આવેલી મ્યુનિસિપલ સ્કૂલના ટોઇલેટમાંથી મળી હતી. ઘટનાના ૧૧ વર્ષ બાદ પણ બાળકીના રેપ વિથ મર્ડરના આ કેસના આરોપીનો પતો લાગ્યો નથી. જો કે સોલા પોલીસે ઘટનાના ગણતરીના સમયમાં બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope