કિસાન યોજનામાં ફેરફાર કરવો હોય તો કરી શકાશે

વિધાનસભામાં આજે પાક વીમાનો મુદ્દો ફરી ગાજ્યો
સરકાર ક્રોપ કટિંગના આંકડા છૂપાવતી હોવાનો અને છેલ્લા ચાર વર્ષથી ખેડૂતોને પાક વીમો ન મળ્યાનો આક્ષેપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૨૨
વિધાનસભા ગૃહમાં આજે પાક વિમાનો મુદ્દો ફરી ગાજ્યો હતો. ગૃહમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગેની ટૂંકી મુદતનાં પ્રશ્ન દરમિયાન ચર્ચા થઈ હતી. હર્ષદ રીબડીયાએ ગૃહમાં કહ્યું કે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામા ૩૫ ઇંચ વરસાદ પ્રમાણે ખેતર શું, ગામ ડૂબી જાય છે. તેઓએ કૃષિ મંત્રીને સવાલ પૂછતા કહ્યું કે, છેલ્લાં ચાર વર્ષથી પાક વીમો મળ્યો નથી. સરકાર ક્રોપ કટિંગના આંકડાઓ કેમ છુપાવે છે. ત્યારે જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ગૃહમાં જાહેરાત કરી હતી કે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નિયમોમાં પણ ફેરફાર કરવા હશે તો એ કરી શકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમાં કહ્યું કે, ૫૫ ટકા પ્રીમિયમ પ્રાઈવેટ કંપનીઓ લઈ જાય અને ખેડૂત લોન લઈને કામ કરતો હોય તે માટે ખેડૂત સુરક્ષિત રહે, એટલા માટે જ મુખ્યમંત્રી ખેડુત સહાય યોજના જાહેર કરી છે. ખરીફ પાકમાં ખેડૂતોને લાભ મળે અને અતિવૃષ્ટિ થાય તે નક્કી હોતું નથી કરે છે. તેને ટેકો મળી રહે. ભૂતકાળની સરકાર તે આપી શકી નથી અને ભવિષ્યમાં પણ કોઈ સરકાર આપી નહિ શકે. ગુજરાતમાં દરેક ઝોનની વરસાદની પેટર્ન અલગ-અલગ હોવાથી પુરસ્કાર કોને ગણવો તે એક મોટી મુશ્કેલી હતી. અત્યાર સુધી ૫ ઈંચને અનાવૃષ્ટિ કહેતા હતા. હવે ૧૦ ઇંચ કરવામાં આવ્યું છે. આ રીતે દુષ્કાળની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. પાક વીમા કંપનીઓ પ્રીમિયમ કરતાં ઓછું વળતર આપતી હતી. અમરેલીમાં પૂર આવ્યા અને બનાસકાંઠાના પૂર વખતે પણ અમે ગયા હતા. એટલે નક્કી કર્યું કે, ૪૮ કલાકમાં ૨૫ ઇંચ અને ૩૫ ઇંચનો ધોરણ નક્કી કર્યું છે. સરકારની નિયત સ્પષ્ટ છે. સરકાર ઓપન છે. સરકારના નિયમોમાં કોઈ પણ ફેરફાર કરવો હોય તો કરી શકાશે. તેઓએ કહ્યું કે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નિયમોમાં પણ ફેરફાર કરવા હશે તો એ કરી શકાશે. યોજનામાં જે મુજબ અનુભવ થશે અને જરૂરી ફેરફાર કરવામાં આવશે. તાલુકો અને નુકસાન થયું હશે તે તાલુકાઓને સરકાર મદદ કરશે. સરકારનું મન ખુલ્લું છે. આ ઉપરાંત ગઈકાલે મુખ્યમંત્રી ખેડૂતો માટે જાહેર કરેલી રાહત પેકેજમાં જે પણ તાલુકાઓને નુકસાન ગયો છે એ તમામને લાભ આપવામાં આવશે તેવી મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. અગાઉ આ યોજનામાં ૧૨૩ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે, આગામી દિવસોમાં વરસાદ પડે અને વધુ નુકસાન જાય તો તેવા તાલુકો પણ સમાવેશ કરવામાં આવશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope