દેશમાં સૌથી વધુ ૧૦૧૪૬૮ સ્વસ્થ, રિકવરી રેટ ૮૦.૮૫%

એક દિવસમાં વધુ ૭૫૦૮૩ કેસ, ૧૦૫૩ના મોત
વિશ્વમાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન ઉપર અમેરિકા જ્યારે બીજા સ્થાન ઉપર ભારત
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૨
ભારતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે પણ, રિકવરી રેટ વધતાં હાશકારો ફેલાયો છે. કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૭૫૦૮૩ કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા ૫૫૬૨૬૬૩ સુધી પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં ૧૦૫૩ લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને ૮૮૯૩૫ સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ ૮૦.૮૫ ટકા સુધી પહોંચ્યો છે. દેશમાં પહેલી વખત છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધારે ૧૦૧૪૬૮ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૪૪૯૭૮૬૭ સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો ૯૭૫૮૬૧ સુધી પહોંચ્યો છે. વિશ્વમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૩૧૦૧૬૧૨૪ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૯૩૯૯૨૩ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૨૦૮૨૫૧૭૨ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૮૭૫૦૪૩૫ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope