આરોગ્ય ખાતામાં ભ્રષ્ટાચાર સરકારના રાજીનામાની માગ

કેગના અહેવાલના આધારે કોંગ્રેસના પ્રહાર
ગૃહમાં શુક્રવારે રજૂ કરાયેલા અહેવાલમાં સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડની ડિઝાઈનમાં ખામીનો ઉલ્લેખ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૨૫
૧૨૦૦ બેડ અને દવાઓ મામલે આપેલા રિપોર્ટથી ગુજરાતની ભાજપ સરકાર અને આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારમાં ગળાડુબ છે. આરોગ્ય વિભાગે જવાબદારી સ્વીકારવી જોઈએ. કેગના રીપોર્ટનો આધાર લઈ કોંગ્રેસે આજે ભાજપ પર આકારા પ્રહાર કરતા આરોગ્ય મંત્રીના રાજીનામાની માંગણી કરી હતી. ગૃહના આજે કેગનો રિપોર્ટ રજુ કરાયો હતો. જેમાં સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડની હોસ્પિટલની ડિઝાઈનમાં રહેલી ખાલી હતી તે અંગે ટીપ્પણી કરાઈ હતી. એ જ રીતે સરકારી હોસ્પિટલોમાં દવાની ફાળવણી યોગ્ય રીતે કરવામાં આવતી નથી. તેમજ ૧૦૫માંથી ૩૩ દવાઓ સરકારી હોસ્પિટલોમાં મળતી નથી. તે ખામીઓ અંગે કેગમાં નોંધ મુકવામાં આવી હતી. કેગના રિપોર્ટના આધાર બનાવી સરકાર પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસે આરોગ્યમાંથી નીતિન પટેલ રાજીનામાની માંગણી કરતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગમાં કરોડો રૂપિયાની ફાળવણીની જાહેરાત થાય છે. કેગના રીપોર્ટમાં થયેલ ખુલાસાનો સ્વીકાર કરી આરોગ્ય મંત્રીએ રાજીનામુ આપી દેવુ જોઈએ. પીપીઈ કીટ, ધમણ, સેનેટાઈઝર માસ્કમાં ભ્રષ્ટાચાર થયેલ છે. કોવિડ દરમિયાન સામે આવ્યું છે કે ગુજરાત આરોગ્યની સેવા પાછળ છે દર્દીને બેડ ન મળે, દર્દીના સગાને પોતાના પ્રયિજનની જાણકારી ન હોય અને સમગ્ર વિભાગ ભ્રષ્ટાચારમાં ગળાડુબ ડુબેલો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope