સ્લમમાં રહેતા ૫૦%થી વધુ લોકો કોરોનામાંથી સ્વસ્થ થયા

મુંબઈના લોકો માટે એક સારી ખબર આવી
જો ભવિષ્યમાં પણ આ પ્રકારની ઈમ્યુનિટી લોકોમાં રહી તો કોરોના સામે લડવામાં સારી એવી સફળતા મળી શકશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૨૯
કોરોનાને લઈને મુંબઈના લોકો માટે એક સારી ખબર આવી છે. સ્લમ વિસ્તારમાં રહેતા ૫૭% લોકોમાં કોરોના સામે લડવાવાળી એન્ટીબોડી ડેવલપ થઈ હોવાનું સામે આવ્યું છે. એનો મતલબ એવો કે આ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યા પછી તે એની મેળે મટી પણ ગયો અને તેમને ખબર પણ ના પડી. બીએમસી અધિકારીઓએ આ બાબતને સકારાત્મક પરિવર્તન ગણાવ્યું છે. તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે, હાલની સ્થિતિમાં એન્ટિબોડી બનવાની સાથે લાંબો સમય સુધી તે શરીરમાં રહે તે જરુરી છે. માટે તેમણે સમયાંતરે તપાસને જરુરી અને મહત્વની ગણાવી છે. કોરોના વાયરસના પ્રસાર અને લોકોમાં તેનાથી બચવા માટે બનતી ઈમ્યુનિટીને ચકાસવા માટે બીએમસી દ્વારા ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટર રિસર્ચ અને નીતિ આયોગ સાથે મળીને ૬,૯૩૬ લોકોનો સીરો સર્વે કર્યો. આ સર્વેમાં ઘણાં જ મહત્વના મુદ્દા સામે આવ્યા છે. આ સર્વે બીએમસીના ૩ વોર્ડ્સ – આર-એન, એમ-ડબલ્યુઅને એફ-એનમાં કરાયો હતો. સર્વેમાં સ્લમ અને નોન સ્લમમાં રહેતા લોકોનો સમાવેશ કરાયો હતો. રિપોર્ટ મુજબ સ્લમમાં રહેતા લગભગ ૪૦૦૦ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી ૫૭% લોકોમાં કોરોના પ્રત્યે એન્ટીબોડી મળી. સ્લમની બહાર રહેતા લગભગ ૩૦૦૦ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા જેમાં ૧૬% એન્ટીબોડી મળી હતી. આ વોર્ડ્સમાં ઓગસ્ટમાં ફરી સર્વે કરવામાં આવશે. આ સર્વે દ્વારા લોકોમાં વિકસિત થઈ રહેલી હર્ડ ઈમ્યુનિટીને પણ સમજવામાં મદદ મળી શકે છે. સ્લમ વિસ્તારમાં હર્ડ ઈમ્યુનિટી વિકસિત થઈ રહી હોય તેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. જેમાં કોરોના સામે એવું રક્ષણ મળી શકે છે કે કોરોના થાય છતાં તેનાથી શરીરને એટલું નુકસાન નથી થતું જેટલું સામાન્ય રીતે દર્દીઓમાં જોવા મળ્યું છે. બીએમસીના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાનાણીએ ઓગસ્ટ મહિનામાં ફરી સીરો સર્વે કરવાની વાત કરી છે ત્યારે ઈન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડૉ. ઓમ શ્રીવાસ્તવ જણાવે છે કે, એ જાણકારી રાખવી જરુરી છે કે એન્ટિબોડી ક્યાં સુધી તેમના શરીરમાં રહેશે. માટે કેટલાક સમય પછી તેમની ફરી તપાસ થવી જોઈએ. મહત્વનું છે કે, ઈમ્યુનિટી સારી ના હોય તેવી વ્યક્તિના શરીર પર કોરોના વાયરસથી ઝડપી અને ખરાબ અસર કરે છે જેના કારણે વ્યક્તિનું મૃત્યું થાય છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope