સિવિલમાં ૪૪૬ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા

કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ માટે શ્રેષ્ઠ કિડની હોસ્પિટલ
ભારતભરના લોકોએ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટનો લાભ લીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૯
અમદાવાદ સિવિલ સંકુલમાં આવેલી કિડની હોસ્પિટલમાં કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ માટે દાવેદારની જોડી બનાવવા મેચમેકરની શ્રેષ્ઠ ભૂમિકા ભજવવામાં આવી રહી છે. દાતા અને દર્દી વચ્ચે સરળતાથી સુમેળ જળવાય તે માટે અત્યાર સુધીમાં કિડની હોસ્પિટલની અવિસ્મરણીય કામગીરી રહી છે. આ સમગ્ર પ્રક્રિયા વિશે કિડની હોસ્પિટલના નિયામક ડૉ. વિનીત મિશ્રા કહે છે કે કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ તેવું જ છે જેમ કે બે અજાણ્યા લોકો એક ભાવિ વૈવાહિક મેળ માટે વ્યક્તિગત રૂપે મળ્યા બાદ પરસ્પર ગુના અને દોષને દુર કરે છે. દાતા અને દર્દીની જોડી પણ આ જ રીતે રૂબરૂ મળી એકબીજા સાથે વાત કરી શકે છે. એક બીજાના મેડિકલ રીપોર્ટની આપ-લે કરી શકે છે અને સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ માટે આપસી સહમતી થાય તે પહેલા તેમના આરોગ્યના માપદંડો ચકાસી શકે છે. સમગ્ર દેશમાં તેના દર્દી કેન્દ્રીત અને પારદર્શક પ્રક્રિયા અને વ્યાજબી ખર્ચે શ્રેષ્ઠત્તમ ટ્રાન્સપ્લાન્ટ પરિણામોના કારણે ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓ અમદાવાદ સિવિલ સંકુલમાં આવેલી કિડની હોસ્પિટલની પ્રાથમિક પસંદગી કરવામાં આવતા હોવાનું મિશ્રાએ કહ્યુ હતુ. ગત સપ્તાહે હાથ ધરાયેલ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટના બે સેટમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુના દાતાઓ અને સંબંધોની જોડી હતી. આ સપ્તાહે આયોજિત સ્વેપ ટ્રાન્સપ્લાન્ટના અન્ય સેટમાં રાજસ્થાન અને ગુજરાતની જોડી હોવાનું તેઓએ ઉમેર્યુ હતુ. સંભવિત મેળના ૫૦ લાક્ષણિકતાઓને મેચ મેકિંગ સોફ્ટવેરમાં નાંખ્યા પછી સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ માટે બે શ્રેષ્ઠ મેળની પસંદગીની પ્રક્રિયાને ઇન્સ્ટિટ્યુટ દ્વારા સરળ કરી દેવામાં આવી છે. અમેરિકન નોબેલ વિજેતા એલ્વિન રોથ દ્વારા વિકસિત કરાયેલા સોફ્ટવેરના ઉપયોગના કારણે તેના દર્દીઓને નિઃશુલ્ક સેવા પૂરી પાડી શકાય છે.અમેરિકા જેવા દેશોમાં સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ માટે મેચમેકિંગના ૩ લાખ જેટલો માતબર ખર્ચ થતો હોય છે જે આ ઇન્સ્ટિટ્યુટ માં વિનામૂલ્યે કરવામાં આવે છે. કિડની હોસ્પિટલ દ્વારા અત્યારસુધીમાં ૪૪૬ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. દેશની અન્ય સંસ્થાઓમાં દર વર્ષે સરેરાશ ૧૦ થી ૧૫ જ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે ત્યારે ૫૦-૬૦ ટ્રાન્સપ્લાન્ટની સરેરાશ જાળવી રાખવા કટિબધ્ધ છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope