સિવિલમાં કોરોનાના દર્દીઓનું મહિલા કાઉન્સિલિંગ કરે છે

સારું છે ને ?… બધુ જ સારું થઈ જશે”

HIVગ્રસ્ત દર્દીનું કાઉન્સેલિંગ કરતા ઝંખના શાહે ઉક્ત શબ્દ દ્વારા પ્રોત્સાહિત થઈ ૭ દિનમાં કોરોનાને આપી મ્હાત

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૮
જ્યારે કોરોનાગ્રસ્ત દર્દીને પૂછવામાં આવે કે તમને સારું છે ને ? ત્યારે હુંફ અને સહાનુભૂતિ ભર્યા આ શબ્દો દ્વારા દર્દી કોરોના સામેની અડધી જંગ જીતી લે છે… કેમ કે એલોપેથી, આયુર્વેદિક અને હોમિયોપેથિની સાથે-સાથે સાઈકોલોજીકલ (મનોસ્થિતિ) સારવાર પણ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દી અને હોમ કોરન્ટાઈન કરાયેલા તેમના પરિવારના સભ્યોને “બધુ જ સારું થઈ જશે” આ શબ્દો તેમનામાં હકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે તેવું કાઉન્સેલર ઝંખનાબેન શાહ જણાવે છે. અમદાવાદ સિવિલ ખાતે આવેલા એઆરટી સેન્ટરમાં છેલ્લા ૧૪ વર્ષથી ઝંખનાબેન શાહ ૐૈંફ પોઝિટીવ દર્દીઓનું કાઉન્સેલિંગ કરવાની કામગીરી બખૂબી રીતે નિભાવી રહ્યા છે. ઝંખનાબેન કહે છે કે, એચઆઈવી પોઝિટીવ થયેલાં દર્દીનું કાઉન્સેલિંગ કરતાં હું પોઝિટીવ થઈ હતી. મને કોરોનાનાં લક્ષણો જણાતાં ટેસ્ટ કઢાવતાં રીપોર્ટ પોઝિટીવ આવ્યો. ત્યારબાદ હું સિવિલની ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ થઈ. હોસ્પિટલમાં ડૉક્ટર્સ, પેરા-મેડીકલ અને અન્ય સ્ટાફ દ્વારા ખૂબ જ સહયોગ આપવામાં આવે છે. કોરોના વોર્ડમાં દર્દી દાખલ હોય ત્યારે દર્દીની સાથે-સાથે તેના પરિવારને માનસિક હુંફની તાતી જરૂરિયાત હોય છે. હું હોસ્પિટલમાંથી મારા પરિવારને ટેલિફોનિક વાતચીત તેમજ વિડિયોકોલ કરીને હુંફ પૂરી પાડતી હતી. મારા મિત્રોને પણ હું ફોન કરીને કહેતી કે તમે મારા ઘરે ના જઈ શકો તો કંઈ નહિ પરંતુ તમે મારા પરિવારના સદસ્યોને ફોન કરીને સહકાર આપજો એવું ઝંખનાબહેન જણાવે છે. ઝંખનાબેન સૌ નાગરિકો સંદેશો આપતાં જણાવે છે કે, તમારી આસપાસ જો કોઈ કોરોના વોરિયર્સ હોય અને તે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હોય તેવા સંજોગોમાં તેમના પરિવારને સહયોગ કરજો અને તેમના પરિવારને પૂછજો કે કંઈ કામ હોય તો કહેજો અમે તમારી સાથે છીએ. આ પ્રકારનું હકારાત્મક વાતાવરણ ઉભું થાય તે જરૂરી છે. હકારાત્મક વાતાવરણથી કોરોના વોરિયર્સનો જુસ્સો બમણો થશે…

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope