ગુજરાત યુનિવર્સિટીમાં ABVPનું વિરોધ પ્રદર્શન

કુલપતિના પૂતળાનું મગજનું ઓપરેશન કરાયું

પ્રવેશ પ્રક્રિયામાં ગડબડી મામલે છેલ્લા એક સપ્તાહથી ABVP અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૦૮
ગુજરાત યુનિવર્સિટી ખાતે ABVP દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું. પ્રવેશ પ્રક્રિયામાં ગડબડી મામલે છેલ્લા એક અઠવાડિયાથી ABVP જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ત્યારે આજે ABVPના કાર્યકરોએ કુલપતિ હિમાંશુ પંડ્યાના ચહેરાના ફોટાવાળું પૂતળા લાવવામાં આવ્યું હતું. પૂતળાના મગજનું ઓપરેશન કરતું નાટક ભજવવામાં આવ્યું હતું.નાટક દરમિયાન પૂતળાના માથાના ભાગમાંથી ૫૦૦ રૂપિયાની નોટ, કોંગ્રેસનો ખેસ અને કેટલાક કાગળ કાઢવામાં આવ્યા હતા. ABVPએ વિવાદાસ્પદ નાટક ભજવતા પોલીસ દ્વારા આખરે તમામ કાર્યકરોની અટકાયત કરાઈ હતી. ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી વીસી ચેમ્બરની નીચે વિરોધ પ્રદર્શનમાં આ નાટક ભજવાયું હતું. ABVPએ હવે જો ગુજરાત યુનિવર્સીટીના સત્તાધીશો માગ ના સ્વીકારે તો ભૂખ હડતાળની ચીમકી પણ ઉચ્ચારી છે. આ અગાઉ વિરોધના ભાગરૂપે પ્રવેશશુદ્ધિ યજ્ઞ, રજીસ્ટ્રારને બંગડી આપવી, કુલપતિની ચેમ્બર બહાર બગડી લટકાવવી, શાકભાજીની લારી લઈને કેમ્પસમાં આવવું જેવા કાર્યક્રમો છમ્ફઁ દ્વારા કરવામા આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના વિવિધ કોર્સની પ્રવેશ પ્રક્રિયામાં જે સભ્યોની નિમણૂંક કરાઈ છે, તેઓને બદલવાની ABVP માંગ કરી રહ્યું છે. ગત વર્ષે યુનિવર્સિટી દ્વારા સરકારી બેઠકો પહેલા ખાનગી કોલેજોની બેઠકો ભરવામાં આવી હતી, જેનો વિરોધ કર્યો હતો. હવે આ વર્ષે પણ છમ્ફઁ પ્રવેશ કમિટીના સભ્યો બદલવામાં આવે તેવી માંગ કરી રહ્યું છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope