સાઉથ એક્ટ્રેસ વિજયલક્ષ્મી દ્વારા આપઘાતનો પ્રયાસ કર્યો

વિજયલક્ષ્મી હોસ્પિટલમાં એડમિટ કરાઈ
વિજયલક્ષ્મી ફ્રેન્ડ્સ, બોસ એન્ગીરા ભાસ્કરન ફિલ્મોમાં કામ કરી ચૂકી છે : આપઘાતના પ્રયાસથી ભારે ચર્ચા થઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત, તા.૨૭
સાઉથની એક્ટ્રેસ વિજયલક્ષ્મીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે જે બાદ તેને હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવી છે. વિજયલક્ષ્મી સાઉથની ફિલ્મો ’ફ્રેન્ડ્સ’ અને ’બોસ એન્ગીરા ભાસ્કરન’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. વિજયલક્ષ્મી છેલ્લા કેટલાક દિવસોથી રાજનેતા સીમન વિરુદ્ધ નિવેદનો આપી રહી હતી. કહેવાઈ રહ્યું છે કે તેને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરાવાઈ છે અને તે ઝડપથી રિકવર થઈ રહી છે. હાલમાં જ વિજયલક્ષ્મીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે કેવી રીતે એક્ટરથી રાજનેતા બનેલા સીમન અને તેની પાર્ટીએ તેને ટોર્ચર કરી. પોતાના આ વીડિયોમાં વિજયલક્ષ્મીએ કહ્યું, આ મારો અંતિમ વીડિયો છે અને છેલ્લા ૪ મહિનાઓથી સીમન અને તેની પાર્ટીના લોકોના કારણે હું તણાવમાં આવી ગઈ છું. પોતાની બહેન અને માતાના કારણે મેં જીવતા રહેવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ હાલમાં જ હરિનાદરે મને મીડિયામાં ખૂબ અપમાનિત કરી. મેં પહેલા જ મારી બીપીની કેટલીક ગોળીઓ ખાઈ લીધી છે, આથી થોડા સમયમાં મારું બ્લડ પ્રેશર લો થઈ જશે અને થોડા કલાકોમાં મારું મોત થઈ જશે. પોતાના આ વીડિયોમાં વિજયલક્ષ્મીએ કહ્યું, મારો વીડિયો જોઈ રહેલા ફેન્સને હું જણાવવા ઈચ્છું છું કે હું કર્ણાટકમાં પેદા થઈ આ કારણે સીમને મને ખૂબ ટોર્ચર કરી. એક મહિલા તરીકે મેં બધુ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ હવે હું પ્રેશર હેન્ડલ નથી કરી શકતી. હું પિલ્લાઈ કોમ્યુનિટીની છું જેના ન્્ઈના નેતા પ્રભાકરણ હતા. આજે સીમન જે પણ છે તે માત્ર પ્રભાકરણના કારણ છે પરંતુ હવે તે સોશિયલ મીડિયા પર મને સતત પરેશાન કરી રહ્યા છે. વીડિયોમાં વિજયલક્ષ્મીએ સીમન પર આરોપ લગાવતા કહ્યું, તે મારા ચારિત્ર્ય પર સવાલ ઉઠાવ્યા જેના કારણે હું ખૂબ પીડામાં છું અને આ બધાનો સામનો કર્યા બાદ હું આ પગલું ઉઠાવી રહી છું. હું પોતાના ફેન્સને અપીલ કરું છે કે આ કેસમાં સીમનને બચવા ન દેતા. તેને ક્યારેય આગોતરા જામીન ન મળે. મારી મોત તમામ લોકો માટે આંખો ખોલનારી હોવી જોઈએ.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope