વીડિયો કૉલ કરી અભદ્ર માગ કરતા FB ફ્રેન્ડ સામે ફરિયાદ

BSC નર્સિંગની વિદ્યાર્થિની સાથેની ઘટના

ઓગસ્ટ, ૨૦૧૯માં સાગર પટેલ નામના યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ આવતા યુવતીએ સ્વિકાર કરી હતી : વધુ તપાસ

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૦૯
ગાંધીનગરના લપકામણ ખાતેની એઈમ્સ કોલેજમાં મ્જીઝ્ર નર્સિંગમાં અભ્યાસ કરતી યુવતી કાજલ (નામ બદલ્યું છે)એ વીડિયો કોલ કરી અભદ્ર માંગણી કરતા હ્લમ્ (ફેસબૂક) ફ્રેન્ડ વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં આજે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વિગત મુજબ, ઓગસ્ટ, ૨૦૧૯માં સાગર પટેલ નામના યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ આવતા કાજલે એક્સેપ્ટ કરી હતી. કાજલ અને સાગર વચ્ચે ચેટિંગ વધતું ગયું બાદમાં મોબાઈલ નંબરની આપલે થઈ હતી. ગોતા પાસે એક મકાનમાં સાગરે ભાડે રાખેલા મકાનમાં બન્નેની મુલાકાત થઈ હતી. તે પછી પ્રેમ અને લગ્નના કોલ આપ્યા હતા. આ દરમિયાન કાજલ કોલેજના એન્યુઅલ ફંક્શનમા હાજર હતી, તે સમયે સાગરે વીડિયો કોલ કરી કાજલને પૃચ્છા કરી કે તું ક્યાં છે ? કાજલે કોલેજમાં હોવાનો જવાબ આપતા ઉશ્કેરાયેલા સાગરે બિભસ્ત અપશબ્દો બોલી કાજલને ખખડાવી નાખી હતી અને બાદમાં અબોલા પછી ફરી એપ્રિલ, ૨૦૨૦માં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. આરોપી સાગર વીડિયો કૉલ કરીને કાજલ પાસે અભદ્ર માંગણી કરતો હતો. જો કે કાજલે ઈન્કાર કરતા તેના માતા-પિતાને જાનથી મારવાની અને ફોટો વાયરલ કરવાની ધમકી આપતો હતો. કાજલે આ બાબતે તેના કાકાને વાત કરી જાણ કરતાં તેમણે પણ આરોપી સાગરને ફોન કરી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આરોપીએ કાજલના કાકાને જાતિ વિરુદ્ધ ઉચ્ચારણ કરી હાથ પગ તોડી નાંખવાની ધમકી આપી હતી. આ દરમિયાનમાં બુધવારે કાજલની સોસાયટીમાં બે અજાણ્યા વ્યક્તિઓએ ગયા હતાં. કાજલના ઘર સામે ઈશારો કરી બંનેને વાતચીત કરતા પાડોશી મહિલાએ જોયા હતા. આ બાબતે કાજલના માતા-પિતાને પાડોશી મહિલાએ જાણ કરી હતી. હાલ રાણીપ પોલીસે કાજલની ફરિયાદના આધારે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના રહેવાસી સાગર અરવિંદભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope