CBSEની જેમ ગુજરાત બોર્ડ પણ સિલેબસમાં ઘટાડો કરે તેવી માગ

જુલાઈ સુધી સ્કૂલ ખુલશે નહિ, અને ભવિષ્ય પણ અનિશ્ચિત છે ત્યારે…

ગુજરાત સરકારે ૩૫ ટકા અભ્યાસક્રમ ઘટાડવા અંગે નિર્ણય લેવો જોઈએ, જેથી કોર્ષ પૂર્ણ કરી શકાય અને આગામી સત્ર પણ એપ્રિલથી શરૂ થઈ શકે

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૦૯
કોરોના મહામારીને જોેતા હવે ગુજરાત બોર્ડ પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરે તેવી માંગ ઊઠી છે. ઝ્રમ્જીઈ બોર્ડે ધોરણ ૯ થી ૧૨માં ૩૦% અભ્યાસક્રમમાં ઘટાડો કરતા ગુજરાત બોર્ડ પણ સમયસર નિર્ણય લે તેવી માંગ ઉઠી રહી છે. શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલના અનુસાર ઝ્રમ્જીઈ બોર્ડ કરતા પણ વધુ કોર્ષ ગુજરાત બોર્ડે ઘટાડવાની ફરજ પડશે. સરકાર આગામી વર્ષે એપ્રિલ મહિનાથી શાળાઓ શરૂ કરવા માગે છે તો એ દિશામાં વિચારણા કરીને ચાલુ વર્ષે કોર્ષ ઘટાડવા અંગે નિર્ણય કરવો જરૂરી છે. હાલ જુલાઈ સુધી સ્કૂલ ખુલશે નહિ, અને ભવિષ્ય પણ અનિશ્ચિત છે. ત્યારે લગભગ ૬૦ દિવસનો અભ્યાસ શક્ય બનવાનો નથી. તો બીજી તરફ, શિક્ષક, વાલી અને શાળા સંચાલકોની માગને જોતા હાલ રાજ્ય સરકારે પણ ઝ્રમ્જીઈ બોર્ડના નિર્ણય અને હાલની શૈક્ષણિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કોર્ષમાં કેટલો ઘટાડો કરી શકાય તે અંગે વિચારણા શરૂ કરી છે. આગામી સમયમાં ગુજરાત બોર્ડ પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. ભાસ્કર પટેલે જણાવ્યું કે, અંદાજીત ૨૨૫ દિવસના શિક્ષણકાર્યમાંથી ૬૦ દિવસ શિક્ષણ બંધ રહે તો હાલ ૧૬૫ દિવસ જ અભ્યાસ માટે બાકી રહેવાનો અંદાજ છે. રાજ્ય સરકારે ૩૫% કોર્ષ ઘટાડવા અંગે નિર્ણય લેવો જોઈએ. જેથી કોર્ષ પૂર્ણ કરી શકાય અને આગામી સત્ર પણ એપ્રિલથી શરૂ થઈ શકે. કોરોનાના કારણે સ્કૂલ શરૂ થઈ શકી નથી, ત્યારે હવે સમયસર અભ્યાસક્રમપૂર્ણ કરવો અશક્ય હોવાનો શિક્ષકો અને સંચાલકોનો મત છે. ઝ્રમ્જીઈ બોર્ડની જેમ જ ગુજરાત બોર્ડ પણ તાત્કાલિક નિર્ણય લઈ સ્પષ્ટતા કરે તેવી સંચાલકો, શિક્ષકો અને વાલીઓની માંગ છે. અભ્યાસક્રમ અંગે સ્પષ્ટતા થાય તો ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષાના કોર્ષ તેમજ ભવિષ્યમાં લેવાનારી એન્ટ્રન્સ પરીક્ષા અંગે પણ નિર્ણય લેવો જરૂરી છે. ઝ્રમ્જીઈ એ ૩૦% કોર્ષ ઘટાડી દેતા હવે એન્ટ્રન્સ ટેસ્ટ માટેના કોર્ષમાં પણ ફેરબદલ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. ઝ્રમ્જીઈ બોર્ડે કોર્ષ ઘટાડયો છે ત્યારે ત્નઈઈ, ગુજકેટ અને દ્ગઈઈ્ ની તૈયારી માટે પણ કોર્ષમાં બદલાવ કરવો જરૂરી બનશે. તેઓએ કહ્યું કે, ગુજરાત બોર્ડ નિર્ણય જાહેર કરે તો હાલ ધોરણ ૧૦ અને ૧૨માં આવેલા વિદ્યાર્થીઓ માટે અભ્યાસ કરી પરીક્ષાની તૈયારી કરવી સરળ બનશે. આ વખતે ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા ૮૦-૨૦ ફોર્મેટ મુજબ લેવાની હોઈ, અભ્યાસક્રમ અંગે સ્પષ્ટતા કરવી જરૂરી બની છે.
હાલ ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ટ્યુશન અને કલાસ ચાલી રહ્યા છે, ત્યારે ક્યાં ચેપ્ટર રાખવા અને ક્યાં સ્કીપ કરવા તે જાહેર કરવું જરૂરી છે. ગુજરાત બોર્ડ જો નિર્ણય મોડો લેશે તો વિદ્યાર્થીઓની મહેનત અને સમય બગડવાની ડર ઝ્રમ્જીઈ બોર્ડની સ્પષ્ટતા બાદથી ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓની અસંજસમાં વધારો થયો છે. ચાલુ વર્ષે ધોરણ ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યું છે, એ સ્થિતિમાં ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓએ પરીક્ષા ના આપી હોવાથી ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ સ્પષ્ટતા કરે તે જરૂરી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope