વિકાસ દુબેનો સાથી અમર દુબે હમીરપુરમાં એન્કાઉન્ટરમાં ઠાર

વિકાસ દુબે હજુ પણ પોલીસની પહોંચની બહાર

ઉત્તર પ્રદેશ એસટીએફનું ઓપરેશન, એક હોટલથી અન્ય એક સાથી ઝડપાયો, વિકાસ નાસી ગયો હોવાની આશંકા

(સંપૂર્ણ સમાચાર સેવા) લખનઉ, તા. ૮
યુપી એસટીએફ દ્વારા મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને વિકાસ દુબેનો જમણો હાથ માનવામાં આવતા અમર દુબેને ઠાર કરવામાં આવ્યો હતો. બુધવારે સવારે પોલીસ અને અમર દુબે વચ્ચે હમીરપુરના મૌદહામાં એન્કાઉન્ટર થયું હતું, જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે અમર દુબેને ઠાર માર્યો હતો. આજે સવારે સાડા છ વાગ્યે આ એન્કાઉન્ટર થયું છે. વિકાસનો જમણો હાથ કહેવાતા અને ચૌબપુરના વિક્રુ ગામમાં શૂટઆઉટમાં સામેલ અમર દુબે પર પણ ૨૫ હજારનું ઇનામ જાહેર કરાયું હતું. જાણવા મળ્યું છે કે અગાઉ એવા અહેવાલ મળ્યા હતા કે વિકાસ દુબે તેના સાથીઓ સાથે ફરિદાબાદના બરખલ ચોકમાં એક હોટલમાં છુપાયો હતો, ત્યારબાદ ફરીદાબાદ પોલીસે હોટલ પર દરોડો પાડ્યો હતો. સશસ્ત્ર પોલીસ ટીમે ચારે બાજુથી હોટલને ઘેરી લીધી હતી પરંતુ વિકાસ દુબે ત્યાં મળ્યો ન હતો. પોલીસે વિકાસના એક ખાસ સાથીની ધરપકડ કરી છે. જો સૂત્રોની વાત માનીએ તો ધરપકડ કરાયેલી વ્યક્તિએ પોલીસને જણાવ્યું છે કે વિકાસ દુબે ત્યાં હાજર હતો પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો. કાનપુરના ચૌબેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બીકરુ ગામમાં કુખ્યાત ગુનેગાર વિકાસ દુબે અને તેના સાથીદારો સાથેની એન્કાઉન્ટરમાં ડીએસપી દેવેન્દ્ર મિશ્રા સહિત આઠ પોલીસ જવાન શહીદ થયા હતા. ઉલ્લેખનીય છે કે વિકાસ દુબે એ ગુનેગાર છે જેણે ૨૦૦૧ માં રાજનાથ સિંહ સરકારમાં પ્રધાન સંતોષ શુક્લાની પોલીસ સ્ટેશનમાં પ્રવેશીને હત્યા કરી હતી. વિકાસ દુબે વિરુદ્ધ ૬૦ થી વધુ કેસ ચાલી રહ્યા છે. વિકાસ દુબેની ગેંગ સાથેના એન્કાઉન્ટ દરમિયાન શહીદ થયેલા પોલીસ જવાનોમાં ડીએસપી દેવેન્દ્ર મિશ્રા, એસઆઈ અનૂપ કુમાર સિંઘ, એસઆઈ નવુલાલ, એસઓ મહેશચંદ્ર યાદવ, કોન્સ્ટેબલ સુલતાન સિંઘ, કોન્સ્ટેબલ રાહુલ, કોન્સ્ટેબલ જીતેન્દ્ર અને કોન્સ્ટેબલ બબલુનો સમાવેશ થાય છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope