ખૂબ જ કડક નિયમો વચ્ચે હજ યાત્રા યોજવા તૈયારી

કોરોનાને લીધે હજ યાત્રા પર નિયંત્રણ

સાઉદી અરેબિયા સરકારે જાહેર કર્યા નિયમો, ૩૦% બિન સાઉદી લોકો જ યાત્રા કરી શકશે : મર્યાદિત યાત્રી રહેશે

નવી દિલ્હી
સાઉદી અરેબિયાની સરકારે આ વખતે ફક્ત દેશના નાગરિકોને હજ કરવાની છૂટ આપી છે, કોરોના સંકટને ધ્યાનમાં રાખીને આ વખતે આંતરરાષ્ટ્રીય હજ યાત્રીઓને મંજૂરી આપવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે દર વર્ષે લગભગ ૨૫ લાખ હજ યાત્રામાં આવે છે. સાઉદી અરેબિયા સરકારના હજ અને ઉમરાહ બાબતોના મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું હતું કે કોરોના વાયરસને કારણે આ વખતે માત્ર મર્યાદિત હાજીઓને હજની છૂટ આપવામાં આવશે, આ વખતે પણ હજ યાત્રિકો માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે જેવું કડક પાલન કરવું પડશે. સાઉદી અરબમાં રહેતા૭૦% સાઉદી અને અન્ય ૩૦% બિન સાઉદી લોકો જ યાત્રા કરી શકશે. આ વખતે માત્ર ૧૦૦૦ લોકો જ હાજી બની શકશે. સાઉદીમાં રહેતા ૨૦ થી ૫૦ વર્ષના બિન સાઉદી નાગરિકોને પ્રાધાન્ય આપવામાં આવશે. આરોગ્ય કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓને પ્રાધાન્ય આપવામાં આવશે. સાઉદીમાં રહેતા બિન-સાઉદી નાગરિકો હજ યાત્રા માટે ર્ઙ્મષ્ઠટ્ઠઙ્મરટ્ઠદ્ઘ.રટ્ઠદ્ઘ.ર્ખ્તદૃ.જટ્ઠ પર જઈને હજ યાત્રા માટે નોંધણી કરાવી શકે છે. નોંધણી પ્રક્રિયા ૬ જુલાઈથી શરૂ થઈ છે અને ૧૦ જુલાઈ સુધી ચાલુ રહેશે. બિન સાઉદી નાગરિકોની પસંદગી રેન્ડમ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સથી કરવામાં આવશે. મુસાફરોને માસ્ક પહેરવું જરૂરી હશે. હજ પહેલા અને પછી ક્વોરેન્ટાઈનમાં રહેવું અનિવાર્ય છે. હજ દરમિયાન ખાના-એ-કાબાને સ્પર્શ કરવાની પરવાનગી નથી. તવાફ દરમિયાન, દરેક વ્યક્તિએ દોઢ મીટરનું અંતર પણ રાખવું આવશ્યક છે. સમૂહ પ્રાર્થનામાં સામાજિક અંતરનું પાલન કરવું ફરજિયાત છે. જેની પાસે હજ પરમિટ છે તે જ મોના, મુઝદલિફા અને અરાફાત સુધી જઇ શકશે. યુએઈમાં કોરોનાના ૬૮૩ નવા કેસોની પુષ્ટિ કરવામાં આવી હતી, આ પછી, દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૫૧,૫૪૦ થઈ ગઈ છે,અત્યાર સુધીમાં ૪૦,૨૯૭ દર્દીઓ સાજા થયા છે, ચેપગ્રસ્ત લોકોની મૃત્યુની સંખ્યા વધીને ૩૨૩ થઈ ગઈ છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope