રિતિક રોશનની ‘ક્રિશ ૪’માં ખલનાયક વધુ ખતરનાક હશે

શાહરુખની કંપની કરશે VFXનું કામ

ફિલ્મની થીમ ખૂબ મહત્વકાંક્ષી હોવાને કારણે વિઝ્યુઅલ ઈફેક્ટ્સ માટે શાહરુખની કંપની પર ભરોસો મૂક્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૦૯
રિતિક રોશનના કેરેક્ટર ‘ક્રિશ’ને બોલિવૂડનો ઑરિજિનલ સુપરહીરો માનવામાં આવે છે. આ ફ્રેેન્ચાઈઝની છેલ્લી ફિલ્મ ૨૦૧૩માં રિલીઝ થઈ હતી જેમાં કંગના રનોટ, વિવેક ઑબરોય અને પ્રિયંકા ચોપરા પણ મહત્વના રોલમાં જોવા મળ્યા હતા. હવે અહેવાલ મળી રહ્યાં છે કે, રાકેશ રોશને લૉકડાઉન દરમિયાન ચોથા પાર્ટની સારી સ્ક્રિપ્ટ તૈયાર કરી લીધી છે. આમાં સુપરહીરો પાછળના સમયમાં જઈને પોતાના પિતા રોહિત મેહરા અને બાળકો દ્વારા પસંદ કરવામાં આવેલા કેરેક્ટર જાદુને પાછું લઈ આવશે.
‘આઈડિયા ફાઈનલ થતાની સાથે જ રાકેશ રોશન પ્રી-પ્રૉડક્શનનું કામ શરૂ કરી દીધુ. જ્યારે રાજેશ રોશન મ્યૂઝિક ડિપાર્ટમેન્ટ સંભાળશે. વીએફએક્સનું કામ શાહરુખ ખાનની રેડ ચિલીઝ હેન્ડલ કરશે. ફિલ્મની થીમ ખૂબ જ મહત્વકાંક્ષી હોવાને કારણે ડિરેક્ટરે વિઝ્યુઅલ ઈફેક્ટ્સ માટે શાહરુખની કંપની પર ભરોસો મૂક્યો છે.’ ‘રાકેશ રોશનનો ઈરાદો સુપર વિલન્સની ફોજ દેખાડવાનો છે જે હીરો સાથે લડશે. દરેક વિલનને ખતરનાક લુક આપવા માટે હોલિવુડ ડિઝાઈનરને હાયર કરવામાં આવ્યો છે. રોહિતનું પાત્ર વાર્તામાં મહત્વનું છે કારણ કે, તે જ એક વ્યક્તિ છે જેની સાથે જાદૂ કનેક્ટ કરી શકે છે.’ ‘રાકેશ રોશને કોઈ મિલ ગયાના સૌથી પસંદ કરવામાં આવેલા કેરેક્ટર જાદુ (એલિયન)ને ધ્યાનમાં રાખીને સ્ક્રિપ્ટ ડિઝાઈન કરી છે. કાસ્ટ પર વિચાર ચાલી રહ્યો છે. આ વખતે કદાચ પ્રિયંકા ચોપરા ફિલ્મનો હિસ્સો નહીં હોય. આશા છે કે, ફિલ્મ જાન્યુઆરી ૨૦૨૧માં ફ્લોર પર જશે.’

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope