પ્રભાસ ૨૦નું ફર્સ્ટ લુક પોસ્ટર આ સપ્તાહમાં રજુ થશે

ફિલ્મની લોકોને બહુ જ ઇંતેજારી છે

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૦૯
સાઉથ ઈન્ડિયા સ્ટાર પ્રભાસની ફિલ્મની લોકોને બહુ જ ઇંતેજારી છે અને તેની રિલીઝ ડેટ હવે નજીક આવી રહી છે. આ ફિલ્મના નિર્માતાઓએ ૧૦ જુલાઈ ૨૦૨૦ના રોજ ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટરની રિલીઝ કરવાની જાહેરાત કરતું એક પોસ્ટર બહાર પાડ્યું છે. પોસ્ટરની મધ્યમાં એક ઘડિયાળ છે જેના પર ’ફર્સ્ટ લુક’ લખેલું છે અને ઘડિયાળનાં કાંટા ૧૦ વાગ્યા તરફ નિર્દેશ કરે છે, જે સૂચવે છે કે ’પ્રભાસ ૨૦’ નો પહેલો લુક સવારે ૧૦.૦૦ વાગ્યે રજૂ થશે. આ ફિલ્મમાં પૂજા હેગડે, ભાગ્યશ્રી, મુરલી શર્મા, સચિન ખેડેકર, પ્રિયદર્શી, સાશા શેત્રી, કૃણાલ રોય કપૂર અને સથ્યન છે.’પ્રભાસ ૨૦’ નું નિર્દેશન રાધા કૃષ્ણ કુમારે કર્યું છે અને કોટાગિરી વેંકટેશ્વર રાવ દ્વારા તેનું એડિટીંગ થયું છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી મનોજ પરમહંસ દ્વારા કરવામાં આવી છે અને ફિલ્મના પ્રોડક્શન ડિઝાઈનર આર રવિન્દ્ર છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમારે તેમના બેનર ટી-સિરીઝનાં સંયુક્ત ઉપક્રમે યુવી ક્રિએશન્સના વામસી પ્રમોદ સાથે કર્યું છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope