રણવીરે હિપહોપ આર્ટિસ્ટ ધ રાયમરને લોન્ચ કર્યો

જેનું વાસ્તવિક નામ અભય પ્રસાદ છે
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૩૦
અભિનેતા રણવીરસિંહે એક નવા હિપ-હોપ આર્ટિસ્ટ ડેવિલ ધ રાયમર લોન્ચ કર્યા છે, જેનું વાસ્તવિક નામ અભય પ્રસાદ છે. રણવીરસિંહે ડેવિલ ધ રાયમર વિશે કહ્યું, ‘તે એક તેજસ્વી કલાકાર છે અને આપણી પેઢીના એક મહાન કવિ છે. તે ચોક્કસપણે એક કલાકાર છે. જેમણે ફક્ત ૨૧ વર્ષની ઉંમરે ભારતના ઇન્ડી રેપ / હિપ-હોપ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. તે એક મશીનગનની જેમ રેપ ગાય છે. તે અન્ય કરતા તદ્દન અલગ છે અને તેની શૈલી ધમાકેદાર છે.’ અભય એવા ચોથા નવોદિત કલાકાર છે, જેણે રણવીરે તેના સ્વતંત્ર રેકોર્ડ લેબલ ઇંકઇંક હેઠળ લોન્ચ કર્યો છે. રણવીરે આગળ કહ્યું કે, ‘પહેલા તેનું નામ જાણુ તે પહેલા મેં તેને સાંભળ્યો. મારી પ્રતિક્રીયા હતી કે, કોણ છે એ માણસ. તેની ગતિ, ઉંડાઈ અને નિર્ભયતા અને તેજસ્વી અભિવ્યક્તિ. હું શ્રોતાઓની જેમ તેના હિપોપમાં ડૂબી ગયો.’ રણવીરના લેબલ દ્વારા તેમનું તાજેતરનું ગીત ‘મેહફિલ-એ-હિપહોપ’ ને રજૂ પણ કરવામાં આવ્યું છે. ટ્રેકમાં લેબલની ચારેય પ્રતિભાઓ – કામ ભારતી, સ્પિટફાયર, સ્લોચિતા અને ડેવિલ ધ રાઇમર શામેલ છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope