ગુજરાતમાં અનલોક-૩માં પહેલી ઓગસ્ટથી રાત્રિ કર્ફ્યુમાંથી મુકિત

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં લેવાયો મોટો નિર્ણય
દુકાનો ૮ વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાશે : હોટલ-રેસ્ટોરા ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે : શાળા અને કોલેજો ૩૧મી ઓગસ્ટ સુધી બંધ રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૩૦
મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્ર સરકારના દિશાનિર્દેશો અનુસાર રાજ્યમાં અનલોક-૩ અંતર્ગત કેટલીક છૂટછાટોના મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.દુકાનો રાત્રે ૮ વાગ્યા સુધી-હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે-૧૦ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.જિમ-યોગા સેન્ટર તા. પ મી ઓગસ્ટથી ખૂલશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં અનલૉક-૩ સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર મુખ્યમંત્રીીએ રાજ્યમાં ૧ ઓગસ્ટથી રાત્રી કરફયુમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાની જાહેરાત કરી છે.રાજ્યમાં દુકાનો ૮ વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. તેમ પણ તેમણે જાહેર કર્યુ છે.કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને એસ.ઓ.પી મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર ૫મી ઓગસ્ટથી ખોલી શકાશે.આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઈડલાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે એમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં મંત્રી કૌશિક પટેલ, મંત્રી સૌરભ પટેલ, રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંહ તેમજ મુખ્યમંત્રીના અગ્ર સચિવ મનોજકુમાર દાસ વગેરે જોડાયા હતા.
આનલોક-૩ સાથે સાથે
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૩૦
જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ ?
• સમગ્ર રાજ્યમાં ૧ ઓગસ્ટથી રાત્રિ કરફ્યુમાં મુક્તિ
• દુકાનો ૮.૦૦ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે
• જિમ અને યોગ સેન્ટરો ૫ ઓગસ્ટથી ખુલશે
• હોટલ-રેસ્ટોરાં ૧૦ વાગ્યા સુધી જ ખુલ્લાં રહેશે
કેન્દ્રનો કયા સ્થળો પર પ્રતિબંધ અને કોના પર નહીં ?
• મેટ્રો, રેલ્વે, સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને થિએટરો પર પ્રતિબંધ
• સ્કૂલો, કોલેજો, કોચિંગ સંસ્થાઓ ૩૧ ઓગસ્ટ સુધી બંધ રહેશે.
• જિમ અને અખાડાઓને ૫ ઓગસ્ટ ૨૦૨૦થી ખોલવાની મંજૂરી

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope