માત્ર ચાર વસ્તુથી કેક બનાવી
પેનકેકની રેસિપી શેર કરતાં તેણે લખ્યું છે, પહેલા એક વાસણમાં લોટ, ઇંડા, દૂધ લો, ત્યારબાદ વોડકા પી લો
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૧૦
મલાઈકા અરોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક લેટેસ્ટ ફોટો શેર કર્યાં છે, જેમાંથી એક વોડકા વાળો પેનકેક પણ છે. મહત્વનું છે કે મલાઈકાએ લૉકડાઉનમાં કિચનમાં ખૂબ સમય પસાર કર્યો છે અને ઘણા પ્રકારની ડિશ ટ્રાય કરી છે. આ વખતે તેણે જે રેસિપી શેર કરી છે તે ખુબ રસપ્રદ અને ટિ્વસ્ટ વાળી છે. મલાઈકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પેનકેક રેસિપી શેર કરી છે, જેમાં ઉપયોગ થનાર એક આઈટમ વોડકા પણ છે. પરંતુ તેણે તે પણ જણાવ્યું કે, આ રેસિપીમાં વોડકાનો ઉપયોગ કેમ થશે. તેણે પોતાના પોસ્ટમાં આ પેનકેકમાં ઉપયોગ થતી સામગ્રિઓનું લિસ્ટ લખ્યું છે, જેમાં- લોટ, ઈંડા, દૂધ અને વોડકાનું પણ નામ લખ્યું છે. ત્યારબાદ તેણે તેને બનાવવાની રીત શેર કરતાં લખ્યું છે, સૌથી પહેલા એક વાસણમાં લોટ, ઇંડા અને દૂધ લો, ત્યારબાદ વોડકા પી લો. છે ને ફની અને મજેદાર રેસિપી ? મલાઇકા આ દિવસોમાં લૉકડાઉનમાં પોતાના ઘર અને મુંબઈમાં વરસાદની સીઝનની મજા માણી રહી છે. થોડા દિવસ પહેલા તેણે આવો જ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેણે આ વીડિયોમાં કહ્યું કે, લોકડાઉન ખુલવાનો મતલબ તે નથી કે શું તમે નિયમને ભૂલીને ઘરમાંથી નિકળી પડશો પરંતુ તમારે તેને ફોલો કરવા જોઈએ જેથી તમે ખુદને સુરક્ષિત રાખી શકો.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...