માતા અને ભાઈને મિસ કરે છે
તે પોતાની બાળપણની ફ્રેન્ડના ઘરે રોકાઈ છે, સાથે જ સમય પસાર કરવા તે વિવિધ રેસિપીઝ બનાવતાં શીખી રહી છ
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૧૦
બોલીવુડ અભિનેત્રી મૌની રૉય હાલમાં તેની મમ્મીને મિસ કરી રહી છે અને ભારત આવવા માટે ઉત્સુક બની ગઈ છે. તે લૉકડાઉનને કારણે અબુ ધાબીમાં ફસાઈ ગઈ છે. તે પોતાની બાળપણની ફ્રેન્ડના ઘરે રોકાઈ છે. સાથે જ સમય પસાર કરવા માટે તે વિવિધ રેસિપીઝ બનાવતાં શીખી રહી છે. પોતાની ફૅમિલીને મિસ કરતાં મૌનીએ કહ્યું હતું કે ‘મારી ફ્રેન્ડ જેની સાથે હું મોટી થઈ હતી તેની અને તેની ફૅમિલી સાથે હું અહીં રહેવાનું એન્જોય કરી રહી છું. આમ છતાં હું મારી મમ્મી અને ભાઈને મિસ કરી રહી છું. તેઓ વેસ્ટ બંગાળના કુચબિહારમાં રહે છે. હું ભારત આવવા માટે ઉતાવળી થઈ છું. જોકે ક્યારે પાછી ફરીશ એની તારીખ નક્કી નથી કરી.’ ઘરે રહીને કેવી રીતે સમય પસાર કરે છે એ વિશે મૌનીએ કહ્યું હતું કે ‘હું કુકિંગ શીખી રહી છું. પારંપરિક બંગાળી મીઠાઈઓ બનાવતાં શીખી રહી છું. એક સમય હતો જ્યારે મને કિચનમાં જવું નહોતું પસંદ. જોકે આજે હું કુકિંગમાં એક્સપર્ટ થઈ ગઈ છું. હું હવે બંગાળી ઈંડા કરી, બીગન પોશ્તો, ફૂલ કોપીર ડાલના અને બંગાળી સોયાબીન બનાવી શકું છું. સાથે જ હું બેકિંગ, માર્બલ કેક અને બનાના બ્રેડ પણ બનાવી શકું છું.’
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...