બિગ બૉસ-૧૪ના ઘરમાં જાસ્મિન ભસીન ફાઇનલ

નલિની નેગીનું નામ પણ ફાઇનલ થયું
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૩૦
સૌથી વિવાદાસ્પદ અને કલર્સનો જાણીતો રિયલિટી શો ‘બિગ બૉસ’ ટૂંક સમયમાં પાછો આવવાનો છે. આ વખતે ‘બિગ બૉસ’ની ૧૪મી સીઝન હશે અને એના સ્પર્ધકો કોણ-કોણ હશે એ જાણવા માટે ફૅન્સ આતુર છે. ‘બિગ બૉસ’ની ૧૩મી સીઝનનો વિજેતા સિદ્ધાર્થ શુક્લા અને બાકીના સ્પર્ધકો હજી પણ ચર્ચામાં છે. ‘બિગ બૉસ-૧૪’ લૉકડાઉન એડિશન માટે પણ અનેક કલાકારોનો સંપર્ક કરવામાં આવ્યો છે, જેમાંથી ‘નામકરણ’ ફેમ નલિની નેગી અને ‘નાગિન ૪’ ફેમ જાસ્મિન ભસીનનાં નામ ફાઇનલ થઈ ગયાં છે. ‘દિલ સે દિલ તક’ અને ‘ટશન-એ-ઇશ્ક’ જેવી સિરિયલોથી જાણીતી બનેલી જાસ્મિન ભસીનની લોકપ્રિયતા ‘નાગિન’ને લીધે વધી છે ત્યારે બિગ બૉસના ઘરમાં જાસ્મિન કેવી ગેમ રમે છે એ જોવાનું રહેશે. બીજી તરફ રાજીવ સેન, શુભાંગી અત્રે, તેજસ્વી પ્રકાશ, અધ્યયન સુમન, સુરભિ જ્યોતિ જેવા કલાકારોએ ‘બિગ બૉસ’ની ઑફર ઠુકરાવી દીધી છે. ‘બિગ બૉસ-૧૪’માં આ વખતે ભાગ લેનારાઓને સ્પોટ્ર્સ ક્લબ, જિમ, શૉપિંગ સેન્ટર, સિનેમા જેવી સુવિધા મળવાની છે, તો ઈલેક્ટ્રૉનિક ગૅજેટ્સ માટેનો એરિયા પણ બનાવવામાં આવશે જેથી સ્પર્ધકો વ્લૉગની મદદથી બહારની દુનિયા સાથે પણ કનેક્ટ થઈ શકશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope