ટેક-હેલ્થકેર સિવાયના ક્ષેત્રોમાં ભારે વેચવાલીથી બજાર પટકાયું

શેરબજારમાં દિવસ દરમિયાન ભારે ઊથલપાથલ
સેન્સેક્સ ૩૩૫ પોઈન્ટ તૂટી ૩૭૭૩૬ પોઈન્ટ પર રહ્યો નિફ્ટી ૧૦૦ પોઈન્ટ પછડાઈ ૧૧૧૦૨ ઉપર બંધ રહ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૩૦
લીલા નિશાનમાં ખુલ્યા બાદ અંતિમ સેશનમાં રોકાણકારો દ્વારા વેચવાલી થતા ઘરેલુ શેરબજાર ગગડીને બંધ આવ્યું છે. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૩૩૫ અંક અથવા ૦.૮૮ ટકા ગગડીને ૩૭,૭૩૬ નજીક જ્યારે નિફ્ટી ૫૦ આંક ૧૦૦ પોઈન્ટ અથવા ૦.૯૦ ટકાના ઘટાડા સાથે ૧૧,૧૦૨ નજીક સેટલ થયા છે. આ સિવાય બેંક નિફ્ટી ઈન્ડેક્સ પણ ૪૨૯ પોઈન્ટના કડાકા સાથે ૨૧,૬૪૬ નજીક સેટલ થયો છે. બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૩૮ ટકા અને ૦.૪૩ ટકા પટકાઈને બંધ આવ્યા છે. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે બીએસઈ પર ટેક અને હેલ્થકેરને છોડી અન્ય તમામ સેક્ટર્સમાં આજે વેચવાલી જોવા મળી છે. મીડિયા રિપોર્ટ મુજબ આજે લગભગ ૧૦૩૩ શેર્સમાં તેજી જ્યારે ૧૫૭૦ શેર્સમાં મંદી જોવા મળી. જ્યારે ૧૬૭ શેર્સ ફેરફાર વગર રહ્યા. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક ૫.૩૨ ટકા ઘટીને ૫૨૧.૫૦ પર બંધ રહ્યો હતો. એચડીએફસી ૩.૯૧ ટકા ઘટીને ૧૮૦૬.૦૦ પર બંધ રહ્યો હતો. જોકે સન ફાર્મા, મારૂતિ સુઝુકી, ઈન્ફોસિસ, ટીસીએસ, રિલાયન્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. સન ફાર્મા ૩.૪૪ ટકા વધીને ૫૦૯.૯૫ પર બંધ રહ્યો હતો. મારૂતિ સુઝુકી ૦.૯૯ ટકા વધીને ૬૨૪૬.૯૦ પર બંધ રહ્યો હતો. સ્થાનિક શેરબજારમાં નબળા વલણ અને યુએસ ડોલરની મજબૂતાઇને લીધે ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં ગુરુવારે ડોલર સામે રૂપિયો ચાર પૈસા તૂટીને ૭૪.૮૪ ની સપાટીએ બંધ રહ્યો છે. ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો સવારે. ૭૪.૮૪ રૂપિયા પર ખુલ્યો હતો અને કારોબાર દરમિયાન. ૭૪.૮૦ થી ૭૪..૮૮ રૂપિયાની વચ્ચે વધ્યો હતો અને અંતે ડોલર સામે ચાર પૈસા તૂટીને ૭૪.૮૪ રૂપિયા પર બંધ થયો હતો. રૂપિયો અગાઉ બુધવારે ૭૪.૮૦ રૂપિયા પર બંધ રહ્યો હતો. યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજના દરને સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે, જે પછી રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો હતો. નબળા સ્થાનિક શેરબજારથી રોકાણકારોની સમજણ પર વધુ અસર પડી. શેર બજારોના પ્રારંભિક ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મંગળવારે મૂડી બજારમાં ૩૫૨.૬૨ કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. દરમિયાન, આંતરરાષ્ટ્રીય બજારમાં, બ્રેન્ટ ક્રૂડ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૦.૯૧ ટકા ઘટીને ૪૩.૩૫ ડોલર પર પહોંચી ગયો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope