ખોટ કરી રહેલી AMTS ખાનગી બસોને ભાડુ ચુકવશે

લોકડાઉનમાં બસો બંધ રહેવા છતાં ભાડુ ચુકવાયું

ખાનગી કોન્ટ્રાક્ટરોને પ્રતિ કિલોમીટરના જે ભાવ નક્કી કરાયા છે તેના ૩૦ ટકા જ પેમેન્ટ આપવામાં આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૨૮
અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે માર્ચ મહિનાથી વિવિધ પગલા લેવામાં આવ્યા છે. તેમજ અનેક સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. જેમાં જાહેર પરિવહન સેવાનો પણ સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશને એએમટીએસ અને જનમાર્ગની સેવા ૨૦ માર્ચથી બંધ કરી હતી. જે અનલોક-૧ દરમ્યાન શરૂ કરવામાં આવી છે. આ સેવાઓ લગભગ ૭૦ દિવસ બંધ રહી હતી જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તેમ છતાં આ સંસ્થાઓ દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટરોને ૬૦ દિવસનું પેમેન્ટ આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આને કહેવાય “ખાયા પિયા કુછ નહિ, ગ્લાસ તોડા બારહ આના”. અમદાવાદમાં લોકડાઉન-૧ની શરૂઆતથી જ એએમટીએસની સેવા બંધ કરવામાં આવી હતી. એએમટીએસ દ્વારા રોજ ૭૦૦ બસ રોડ પર મૂકવામાં આવતી હતી. જેમાં ૬૩૦ બસ ખાનગી કોન્ટ્રાક્ટરોની છે. આ કોન્ટ્રાક્ટરોની બસ બે મહિના કરતા વધુ સમય બંધ રહી હોવા છતાં તેમને પેમેન્ટ આપવામાં આવી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ખાનગી કોન્ટ્રાક્ટરોને પ્રતિ કિલોમીટરના જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તેના ૩૦ ટકા પેમેન્ટ આપવામાં આવશે. ખાનગી ઓપરેટરોના દ્વારા ટેન્ડરમાં ત્રણ અલગ અલગ પ્રકારના ભાવ આપવામાં આવે છે. જેમાં કેપિટલ, બળતણ અને પગાર ખર્ચનો સમાવેશ થાય છે. બે મહિના બસો બંધ રહી હોવાથી ડિઝલ કે સી.એન.જી.ની ગણતરી કરવામાં આવી નથી. તેથી પ્રતિ કિલોમીટરના ભાવમાંથી ૩૫ ટકા બાદ કરવામાં આવ્યા છે. બાકી રહેલા ૬૫ ટકાના ૫૦ ટકા લેખે ૩૨.૫ ટકા રકમ ચુકવવાની થાય છે. પરંતુ સંસ્થાએ ૩૦ ટકા પેમેન્ટ આપવા નિર્ણય કર્યો છે. આ પેમેન્ટ ચૂકવવા માટે સંસ્થાની તિજોરી પર ૮ કરોડનો બોજ આવશે. લોકડાઉન દરમ્યાન બસ બંધ રહી હોવાથી સંસ્થાએ અંદાજે રૂપિયા ૧૮ કરોડની આવક ગુમાવી છે. તેમ છતાં ૩૦ ટકા પેમેન્ટ ચૂકવવા અંગે ચેરમેન અતુલ ભાવસારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે બંધ દરમ્યાન પણ પગાર ચૂકવવામાં આવ્યા છે. ટેન્ડર શરત મુજબ બળતણનું પેમેન્ટ આપવામાં આવ્યું નથી. પરંતુ પગારની ગણતરી કરીને તે મુજબ પેમેન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના કહેર દરમ્યાન દર્દીઓ તેમજ ર્નસિંગ સ્ટાફ માટે પણ બસ સેવા યથાવત્ રહી હતી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope