આણંદના ખંભાતમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી

આગ પર કાબૂ મેળવવા ફાયરને જહેમત ઉઠાવી પડી

સોશિયલ મીડિયામાં આગના અનેક ફોટો જાહેર થયા છે, જેમાં આગનું વિકરાળ રૂપ-ધૂમાડાના ગોટેગોટા દેખાય છે
(સંપૂર્ણ સમાચાર સેવા) ખંભાત, તા. ૨૮
ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી આગના બનાવો વધી ગયા છે, ત્યારે આજે વધુ એક બનાવ આણંદ જિલ્લામાંથી સામે આવ્યો છે. આણંદ જિલ્લાના ખંભાત સ્થિત જીઆઈડીસીમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત કરી રહ્યો છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા. સોશિયલ મીડિયામાં કેમિકલ ફેક્ટરીમાં ભયાનક આગના કેટલાક ફોટો જાહેર થયા છે. જેમાં આગનું વિકરાળ રૂપ અને ધૂમાડાના ગોટેગોટા ઉડતા જોઈ શકાય છે. આ આગ કંઈ રીતે લાગી ? તેની જાણકારી હજુ સુધી થઈ શકી નથી. આ આગની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં દોડધામ મચી હતી, ફેક્ટરી બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. હાલ ઘટના સ્થળની આસપાસના ઘરોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. પોલીસ પણ લોકોને ત્યાંથી હટાવવા મથી રહી છે. ફાયર વિભાગ દ્વારા હજુ આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, તાજેતરમાં અમદાવાદની સાણંદ જીઆઈડીસીમાં પણ ડાયપર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ આગને ઓલવવા માટે ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ઉપરાંત એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરાઈ હતી. આ સિવાય ગઈકાલે વલસાડ સ્થિત સરીગામ જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં પણ આગની ઘટના બની હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope