૨૦૨૩ના વર્લ્ડ કપ માટે મે તૈયારી શરૂ કરી છે : ફિન્ચ

આગામી રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત

ભારતમાં રમાનારી ટુર્નામેન્ટ અમે કઈ રીતે જીતી શકીએ એ મુદ્દા પર વિચાર કરી રહ્યા છીએ :ફિન્ચે સ્પષ્ટતા કરી
(સંપૂર્ણ સમાચાર સેવા) મેલબોન, તા. ૨૮
ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કૅપ્ટન ઍરોન ફિન્ચનું કહેવું છે કે, ૨૦૨૩માં ભારતમાં રમાનારા વર્લ્ડ કપ માટે મેં અત્યારથી પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે. ઍરોન ફિન્ચ છેલ્લે ન્યુઝીલૅન્ડ સામે માર્ચ મહિનામાં વન-ડે રમ્યો હતો. વર્લ્ડકપ વિશેની પોતાની તૈયારી વિશે વાત કરતાં ફિન્ચે કહ્યું કે ‘એક ક્રિકેટપ્રેમી હોવાને કારણે હંમેશાં ક્રિકેટ વિશે વિચારતો રહું છું. એમાં પણ ટી-૨૦ વર્લ્ડકપ અને ૨૦૨૩નો વન-ડે વર્લ્ડકપ આવી રહ્યો હોવાથી હું એની તૈયારી કરી રહ્યો છું. ભારતમાં રમાનારી એ ટુર્નામેન્ટ અમે કઈ રીતે જીતી શકીએ એ મુદ્દા પર વિચાર કરી રહ્યા છીએ. ટૂંકમાં, અમે આગામી ત્રણ મોટી ટુર્નામેન્ટમાં જીત મેળવવા અત્યારથી કામ કરી રહ્યા છીએ. ૫૦ ઓવરની મૅચ ભારતમાં રમવા માટે અમારે વિગતવાર યોજના બનાવવી પડશે. બે સ્પિનર, એક વધારાનો ઑલરાઉન્ડરમાંથી કોની ક્યારે જરૂર પડે એની ખબર નથી માટે અમે અત્યારથી એને માટેની તૈયારી આદરી દીધી છે. ટૂંકમાં ભારતની પિચને ધ્યાનમાં રાખીને અમારે આગળ વધવાનું રહેશે.’

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope