સેન્ટ્રલ ઝોનમાં ૭૯% કેસ ઘટ્યા, પશ્ચિમમાં ૬૧%નો ઉછાળો

કોરોનાએ સ્વરૂપ નહીં સ્થળ બદલ્યું

કેન્દ્રની ટીમે કોરોનાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૨૭
મે મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી સેન્ટ્રલ ઝોન કે જેમાં જમાલપુર, શાહપુર, દરિયાપુર, રખિયાલ અને ખાડિયા જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો આવેલા છે, તે અમદાવાદમાં કોરોના વાયરસનું એપિસેન્ટર હતું. શહેરના કુલ કોરોના કેસમાંથી ૭૪ ટકા કેસ આ વિસ્તારમાં નેોંધાયેલા હતા. ત્યારે હવે સ્થિતિ બદલાઈ છે. મે મહિનાની સરખામણીમાં જૂનમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસ ૭૯% ઘટ્યા છે. વિરોધાભાસ જુઓ કે, જ્યાં અગાઉ ઓછા કેસ હતા તે નોર્થ વેસ્ટ ઝોન જેમાં બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા અને ગોતાનો સમાવેશ થાય છે ત્યાં કોરોનાના કેસમાં ૬૧%નો ઉછાળો આવ્યો છે. જ્યારે જોધપુર, વેજલપુર, મક્તમપુરા અને સરખેજ વિસ્તાર જ્યાં આવેલા છે તે સાઉથ વેસ્ટ ઝોનમાં કોરોનાના કેસ ૧૭ ટકા વધ્યા છે. ૫૫ દિવસ પહેલા આ વિસ્તારોમાં ભાગ્યે જ કોરોનાના કેસ જોવા મળતા હતા. શુક્રવારે આ માહિતી કેન્દ્રની ટીમના જોઈન્ટ હેલ્થ સેક્રેટરી લવ અગ્રવાલને આપવામાં આવી હતી. લવ અગ્રવાલે થલતેજ, શાહીબાગની વિશ્વકર્મા સોસાયટી અને ગોતાની કેટલીક સોસાયટીઓ જેમને માઈક્રો-કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાઈ છે તેની મુલાકાત લીધી હતી. બોડકદેવમાં આવેલું સેટેલાઈટ સેન્ટર જેને થોડા દિવસ પહેલા જ માઈક્રો-કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયું છે, તેને ૨૦ જૂનના બદલે અગાઉ ૨૬ મેથી ૨ જૂનની વચ્ચે ૧૨ કેસ નોંધાયા ત્યારે જ માઈક્રો-કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવાનું હતું તેમ લવ અગ્રવાલે સૂચવ્યું હતું. થોડા દિવસ પહેલા સેટેલાઈટ સેન્ટરના રહેવાસીઓએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જણાવ્યું હતું કે, તેમની સોસાયટીને માઈક્રો-કન્ટેઈનમેન્ટ ઝોનના લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવે કારણકે તે કોરોના મુક્ત થઈ છે. અગાઉ સચિન ટાવર અને ગેલેક્સી એપાર્ટમેન્ટને પણ
સેન્ટ્રલ માઈક્રો-કન્ટેઈનમેન્ટ ઝોનની યાદીમાં સામેલ કરાયા ત્યારે ત્યાંના રહીશોએ પણ છસ્ઝ્રને પત્ર લખ્યો હતો. રામદેવનગર, પ્રેરણાતીર્થ અને ગોતા વિસ્તારમાં આવેલી ઘણી પોશ સોસાયટીઓમાં ૧૦થી વધુ કેસ હોવા છતાં તેમને માઈક્રો-કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર નહોતી કરાઈ.
તાવની દવા આપતી ‘ધનવંતરી’ વાન ગોતા વિસ્તારમાં ઊભી હતી તેને જોઈને લવ અગ્રવાલ અટક્યા હતા. તેમણે કહ્યું કે, આ વાન નોન-કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં નહીં કન્ટેઈનમેન્ટ ઝોન બહાર ઊભી રાખવી જોઈએ. કેન્દ્રની ટીમે શાહપુર વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાં કેટલાક પોલીસકર્મીઓ સાથે વાત કરી હતી. છસ્ઝ્રના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, કોવિડને નિયંત્રિત કરવા કેવી કામગીરી ચાલે છે તેનો તાગ મેળવવા લવ અગ્રવાલે જીફઁ અને વીએસ હોસ્પિટલ, એક ખાનગી હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope