સંદીપ પ્રધાનને વધુ બે વર્ષનું એક્સ્ટેશન આપવામાં આવ્યું

એક્સ્ટેશન ૬ઠ્ઠી જૂનથી લાગૂ કરાશે
કેબિનેટની અપોઈન્ટમેન્ટ કમિટીએ દરખાસ્તને મંજૂરી આપતા સ્પોટ્‌ર્સ ઓથોરિટીના ડિરેક્ટર તરીકે એક્સ્ટેશન
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૮
સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર જનરલ સંદીપ પ્રધાનને વધુ બે વર્ષનું એક્સ્ટેશન આપવામાં આવ્યું છે. આ એક્સસ્ટેશન ૬ જૂન ૨૦૨૦થી લાગુ પડશે. આ અંગેની દરખાસ્ત રમતગમત મંત્રાલય દ્વારા મૂકવામાં આવી હતી. જેને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. સંદીપ પ્રધાન ઓગસ્ટ ૨૦૧૭થી આ પદ પર ફરજ બજાવી રહ્યા છે. કેબિનેટની અપોઈન્ટમેન્ટ કમિટીએ યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની દરખાસ્તને મંજૂરી આપતા સંદીપ મુકુંદ પ્રધાન આઈઆરએસ (આઈટી : ૯૦)નો સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર જનરલ તરીકેનો કાર્યકાળ બે વર્ષ માટે એક્સ્ટેન્ડ કર્યો છે, જે ૬ જૂન ૨૦૨૦થી લાગુ પડશે તેમ આ અંગેના સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું. સંદીપ પ્રધાન સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં પણ ૨૦૧૩-૧૭ દરમિયાન ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે જ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. આઈઆઈટી કાનપુરમાં બીટેક કરનારા પ્રધાન ઓલિમ્પિક ટાસ્ક ફોર્સના કન્વિનર પણ રહી ચૂક્યા છે. તેઓ ખેલો ઇન્ડિયાના સીઈઓ તરીકે પણ બે વર્ષ ફરજ બજાવી ચૂક્યા છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope