કોરોના : દેશમાં એક સાથે ૪ જગ્યાએ રસી તૈયાર થાય છે

૧૦૦થી વધારે વેક્સિન પર કાર્ય ચાલી રહ્યું છે
દેશમાં ૩૦ ગ્રૂપ વેક્સિન બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૮
કોરોના વાયરસના જંગ સામે ભારતને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. દેશમાં ત્રણ પ્રકારના ટેસ્ટ વિકસિત કરવામાં આવ્યા છે, જયારે ચોથાની તૈયારી પણ કરવામાં આવી છે. એક ટેસ્ટ આઈઆઈટી દિલ્હીએ વિકસિત કર્યો છે અને એક ચિત્રા ઇન્સ્ટીટયુટએ. ગુરૂવારે પત્રકાર પરિષદમાં જાણકારી આપવામાં આવી છે. ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર કે વિજય રાઘવને કહ્યું હતું કે, દેશમાં ૩૦ ગ્રુપ છે જે કોરોના વેક્સિન બનાવવાનો પ્રય્તન કરી રહ્યા છે. આ બહુ જ રિસ્કી પ્રોસેસ છે. દુનિયામાં ઘણા લોકો વેક્સિન બનાવવાની વાત કરી રહ્યા છે પરંતુ કોઈને પણ ખબર નથી કે કોની વેક્સિન પ્રભાવશાળી હશે. જો વેક્સિન વેસ્ટ થઇ જાય છે તો નુકસાન પણ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે નોર્મલ લોકોને આપીએ છીએ ન કે બીમાર અને કોઈપણ અંતિમ સ્ટેજના દર્દીઓ માટે જરૂરી છે કે વેક્સિનની ક્વોલીટી અને સેફટીનો સંપૂર્ણ રીતે ટેસ્ટ કરવામાં આવે. તેમણે જણાવ્યું હતુ કે, વેક્સિન ૧૦-૧૫ વર્ષના સમયગાળામાં બને છે અને તેને વિકસિત કરવામાં ૨૦૦ મિલિયન ડોલર જેટલો ખર્ચ પણ થતો હોય છે. અમે પ્રય્તન કરી રહ્યા છીએ કે એક વર્ષની અંદર તેને વિકસિત કરવામાં આવે. જેના માટે એક વેક્સિન પર કામ કરવાની જગ્યાએ અમે લોકો એક સમયમાં ૧૦૦થી વધારે વેક્સિન પર કાર્ય કરી રહ્યા છીએ. કે વિજય રાઘવને જણાવ્યું હતું કે, વેક્સિન બનાવવાની ત્રણ પ્રકારે કોશિશ કરવામાં આવી રહી છે, એક તો અમે પોતે જ કોશિશ કરી રહ્યા છીએ. બીજી બહારની કંપનીઓ સાથે મળીને કરી રહ્યા છે અને ત્રીજી અમે જેને લીડ કરી રહ્યા છે અને બહારના લોકો અમારી સાથે મળીને કાર્ય કરી રહ્યા છીએ. અત્યારે ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ થાય છે, આ એક જીનેટિક મટીરીયલ ટેસ્ટ છે. બીજા પ્રકારે પણ ટેસ્ટ થઇ શકે છે જે હમણાં ઉપલબ્ધ નથી. દવા બનાવવા માટે વિદ્યાર્થીઓનું હેકાથોન પણ કરવામાં આવી રહ્યું છે, જેમાં જલ્દી દવા બનાવવા માટે હોડ લાદશે. ત્યારબાદ ૈંઝ્રસ્ઇ તેની સંપૂર્ણપણે તપાસ કરશે. કોરોના વાયરસને લઈને પત્રકાર પરિષદમાં નીતિ આયોગના અભય ડો. વીકે પોલે કહ્યું હતું કે, કોરોના વાયરસ સામે જે વિશ્વની લડાઈ છે તેમાં અંતિમ લડાઈ જે જીતશે તે વિજ્ઞાન અને તકનીકી માધ્યમથી જીતવામાં આવશે. આ લડાઈ વેક્સિન વિકસિત કરીને જીતી શકાશે. તેમણે જણાવ્યું હતું કે, કેટલીયે બીમારીઓ હોય છે અને તેના માટે દવાઓ હોય છે તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. વિજ્ઞાન અને ટેકનોલોજી આ લડાઈમાં એક ફાઈનલ ફ્રન્ટીયર છે. આપણા દેશનું વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે બેઝ છે તે ખુબ જ મજબૂત છે. સીમિત સંશાધનો હોવા છતાંયે આપનો આધાર મજબૂત છે. તેમણે કહ્યું હતું કે, દેશની ફાર્મા ઇન્ડસ્ટ્રીને ફાર્મા ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે. આપણે અહીં બનેલી ઘણી વેક્સિન વિશ્વના ઘણા દેશોમાં જય છે, લોકોના જીવ બચ્યા.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope