લોકડાઉન વચ્ચે રામાયણે નવો વિશ્વ વિક્રમ સર્જ્યો

રામાયણ વિશ્વમાં સૌથી વધુ જોવાતો શો બની ગયો

મહાભારત, શક્તિમાન, બ્યોમકેશ બક્શી, ફૌજી, સર્કસ, દેખ ભાઈ દેખ, શ્રીમાન શ્રીમતી જેવા શોની વાપસી થઈ
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૧૧
લૉકડાઉનને કારણે ડીડી નેશનલ પર રીટેલીકાસ્ટ થનારા પ્રોગ્રામ ’રામાયણ’ ઘણા રેકોર્ડ પોતાના નામે કરી રહ્યું છે. રામાનંદ સાગરના આ જૂના શોને લૉકડાઉન દરમિયાન જબરદસ્ત ટીઆરપી મળી રહી છે. પહેલા ’રામાયણે’ વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધીનો સૌથી વધુ ટીઆરપી જનરેટ કરનાર પ્રોગ્રામ હોવાનો રેકોર્ડ બનાવ્યો અને હવે રામાયણ વિશ્વમાં સૌથી વધુ જોનારો પ્રોગ્રામ બની ગયો છે. આ વાતની જાણકારી ખુદ ડીડી નેશનલે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આપી છે. ડીડી નેશનલે ટ્વીટ કરીને લખ્યું, ’વિશ્વ રેકોર્ડ! દૂરદર્શન પર રામાયણના રીબ્રોડકાસ્ટે વર્લ્ડ વાઇડ વ્યૂઅરશિપને તોડી દીધી છે. ૧૬ એપ્રિલનો શો સૌથી વધુ જોવાનો શો બની ગયો છે. તેને ૭.૭ કરોડ લોકોએ જોયો.’ આ નંબરની સાથે તે શો એક દિવસમાં વિશ્વમાં સૌથી વધુ જોવાયેલો શો બની ગયો છે. તમને જણાવી દઈએ કે જ્યારથી આ પ્રોગ્રામ શરૂ થયો છે ત્યારથી તેને ખુબ ટીઆરપી મળી રહી છે. થોડા દિવસ પહેલા ડીડી નેશનલના સીઈઓ શશિએ આ વાતની જાણકારી આપી હતી કે વર્ષ ૨૦૧૫થી લઈને અત્યાર સુધી જનરલ એન્ટરટેઇનમેન્ટ કેટેગરી (સીરિયલ્સ)ના મામલામાં આ શો ટોપ પર છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું હતું કે, ’મને આ જણાવતા ખુબ ખુશીનો અનુભવ થઈ રહ્યો છે કે દૂરદર્શન પર પ્રસારિત થઈ રહેલ શો ’રામાયણ’ વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધી સૌથી વધુ ટીઆરપી જનરેટ કરનાર હિન્દી જનરલ એન્ટરટેઇનમેન્ટ સ્ટ્ઠ છે.’ તેમણે આ વાત બાર્કના હવાલાથી જણાવી હતી. તમને જણાવી દઈએ કે રામાયણ સિવાય ડીડી નેશનલ પર મહાભારત, શક્તિમાન, બ્યોમકેશ બક્શી, ફૌજી, સર્કસ, દેખ ભાઈ દેખ અને શ્રીમાન શ્રીમતી જેવા શોની વાપસી થઈ છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope