બોલીવુડમાં ૧૦૦૦ કરોડનું નુકસાન થઇ શકે : અહેવાલ

બોલીવુડ ઇન્ડસ્ટ્રી માટે આ વર્ષ મુશ્કેલરુપ

લોકડાઉન ન હોત તો આ વર્ષ ખુબ કમાણી કરતું વર્ષ હોત
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૧
સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો આતંક યથાવત રીતે જારી રહ્યો છે અને બોલીવુડ પણ આનાથી પ્રભાવિત થયું છે. કોરોનાના પરિણામે ૨૪ માર્ચથી સમગ્ર દેશમાં લોકડાઉન અમલમાં છે. હવે કોરોનાના વધતા કેસને જોતા આ લોકડાઉન ત્રીજી મે સુધી લંબાવી દેવામાં આવ્યું હતું. આવામાં બોલીવુડની મુશ્કેલી વધુ વધી ગયેલી જોવા મળી રહી છે કેમ કે હવે વધારે દિવસો સુધી ફિલ્મોના કામકાજ રોકાયેલા રહેશે પરંતુ આગામી ફિલ્મોનું રિલીઝ થવાનું પણ ટાળી દેવામાં આવી શકે છે. પહેલા માનવામાં આવી રહ્યું હતું કે, થિયેટર્સ બંધ થવાથી ૬૦૦-૯૦૦ કરોડનું નુકસાન થઇ શકે છે પરંતુ હવે લોકડાઉન-૨ બાદ આ આંકડો વધીને ૧૦૦૦ કરોડ રુપિયાથી ઉપરનો હોઈ શકે છે. ફિલ્મ નિષ્ણાતોનું માનવું છે કે, જો આ લોકડાઉન બાદ થિયેટરો ખુલી પણ જાય છે તો લોકો તરત સિનેમાઘરોમાં ફિલ્મ જોવા જશે નહીં. કોરોનાના પરિણામે થયેલા લોકડાઉનથી સૌથી પહેલા બાગી-૩ અને અંગ્રેજી મિડિયમને નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આ બંને ફિલ્મો ૧૦૦-૧૫૦ કરોડના ક્લબની ફિલ્મો માનવામાં આવી રહી છે. ત્યારબાદ સૂર્યવંશી અને ૮૩ની રિલીઝને ટાળી દેવામાં આવી છે જે ૧૫૦-૨૦૦ કરોડથી વધુ કમાણી કરી શકતી હતી. હવે હાલત સામાન્ય થવામાં લગભગ ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર સુધીનો સમય લાગી શકે છે અને આવામાં આ ફિલ્મોના બિઝનસ પર પણ અસર થઇ શકે છે. લોકડાઉન કે કારણ મંદીના ભણકારા વાગી રહ્યા છે અને બજારમાં મંદીની સીધી અસર બોલીવુડના બિઝનેસ પર પણ થઇ શકે છે. ભારતથી પહેલા ચીનમાં પણ સતત કેટલાક મહીના સુધી કોરોના વાયરસના કારણે લોકડાઉનની સ્થિતિ રહી હતી. જ્યારે ચીનમાં લોકડાઉનને તરત જ હટાવવામાં આવ્યા બાદ સિનેમાઘરોમાં દર્શકો ફિલ્મ જોવા માટે પહોંચ્યા નહી અને ત્રીજા દિવસે જ સિનેમાઘરોને ફરીથી બંધ કરવાની ફરજ પડી હતી. આવામાં જો લોકડાઉનના બાદ સિનેમાઘરોને ખોલી ફિલ્મ રિલીઝ કરી દેવામાં આવે છે તો પણ ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. રોહિત શેટ્ટી અને કબીર ખાન પોતાની ફિલ્મો સૂર્યવંશી અને ૮૩ને રિલીઝ કરવા માટે તૈયાર છે પરંતુ તેમને એવી શંકા છે કે, તેમની ફિલ્મોને દર્શકો નસીબમાં જ ન હોય. આ વર્ષનો સમય સતત લોકડાઉનમાં પસાર થઇ રહ્યો છે. એવામાં જે ફિલ્મોની રજૂઆત રોકી દેવામાં આવી છે નિશ્ચિતરીતે ક્લૈશ પણ થઇ શકે છે. આ ક્લૈશના કારણે તેમને ભારે નુકસાન પણ થઇ શકે છે. સૂર્યવંશી સિવાય ૮૩, કુલી નંબર ૧, ગુંજન સક્સેના : દ કારગિલ ગર્લ જેવી મોટી ફિલ્મોની રજૂઆત રોકી દેવામાં આવી છે. આ સિવાય સલમાન ખાનની રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડભાઈની રજૂઆત પણ ટાળી દેવામાં આવી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope