કોરોના : વિશ્વભરમાં કેસોની સંખ્યા વધી ૪૮ લાખથી વધુ

મોતનો આંકડો વધીને ૩૧૬૯૮૩ પર પહોંચ્યો

વિશ્વભરમાં કુલ કેસોની સંખ્યા ૪૮૨૦૫૨૯ ઉપર પહોંચી
(સંપૂર્ણ સમાચાર સ
નવી દિલ્હી,તા.૧૯
વિશ્વભરમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને ૪૯૧૫૯૧૮ સુધી પહોંચી ગઈ છે એટલે કે આંકડો ૪૯ લાખથી પણ ઉપર પહોંચી ચુક્યો છે. વિશ્વમાં કોરોનાગ્રસ્ત દેશોની હાલત ખુબ જ ખરાબ બનેલી છે. કોરોના કારણે અર્થતંત્ર પર પણ ભારે નુકસાન થઇ રહ્યું છે. દુનિયાભરમાં રિકવર થયેલા લોકોની સંખ્યા ૧૯૨૧૯૮૫ સુધી પહોંચી ગઈ છે જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા ૨૬૭૩૩૭૬ પર પહોંચી ચુકી છે. આવી જ રીતે દુનિયામાં મોતનો આંકડો પણ વધીને ૩૨૦૫૫૭ ઉપર પહોંચી રહ્યો છે. મોતનો આંકડો પણ ત્રણ લાખથી ઉપર પહોંચી ચુક્યો છે. ગંભીર રહેલા દર્દીઓની સંખ્યા ૪૫૧૬૨ પર પહોંચી ચુકી છે. વિશ્વભરમાં ગંભીર રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો હતો. સૌથી વધારે અસરગ્રસ્ત દેશોમાં સ્થિતી સુધરી રહી નથી. વિશ્વમાં કોરોનાની સ્થિતી કેટલી ખતરનાક છે તેનો અંદાજ આના પરથી જ લગાવી શકાય છે કે મોતના આંકડાના મામલામાં અમેરિકા, સ્પેન, ઇટાલી, ફ્રાંસ, બ્રિટન, બેલ્જિયમ સૌથી આગળ રહ્યા છે. આ તમામ દેશોમાં મોટી સંખ્યામાં લોકોએ કોરોના વાયરસના કારણે દમ તોડી દીધા છે. ભારતમાં પણ હવે સ્થિતી ખરાબ થઇ રહી છે. દુનિયાના ૨૧૦ દેશો કોરોના વાયરસના કારણે પ્રભાવિત બનેલા છે. દેશોની સરકારો આને લઇને ભારે ચિંતિત બનેલી છે. કોરોના વાયરસની વેક્સિન શોધવા માટે દુનિયાના તમામ વૈજ્ઞાનિકો લાગેલા છે પરંતુ આશાનું કોઇ કિરણ હજુ સુધી દેખાઈ રહ્યું નથી. દુનિયાના તમામ દેશો અને નાગરિકો કોરોનાને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. અમેરિકા, રશિયા, સ્પેન, ઇટાલી, યુકે, ફ્રાંસ, જર્મની અને ભારત પણ બચી શક્યું નથી. ભારતમાં પણ કેસોની સંખ્યા અવિરતપણે વધી રહી છે. સુપર પાવર અમેરિકા અને સ્પેન તેમજ ઇટાલી જેવા દેશો
કોરોના
કોરોનાની સામે જંગ હારતા દેખાઇ રહ્યા છે. અમેરિકા અને સ્પેન સહિતના દેશોમાં કેસોની સંખ્યા સૌથી વધારે છે. ચીનમાં પણ કેટલાક નવા કેસો સપાટી પર આવ્યા છે. ભારતમાં પણ કેસોની સંખ્યામાં હવે ઝડપથી વધારો થઇ રહ્યો છે. સાથે સાથે ગંભીર રહેલા દર્દીઓની સંખ્યા ૫૧૨૧૮ રહેલી છે. જે ગંભીર સ્થિતીનો સંકેત આપે છે.કોરોના કહેર હજુ જારી રહી શકે છે. કોરોનાથી પ્રભાવિ તમામ દેશોના અર્થતંત્ર ભાંગી પડવાના આરે પહોંચી ગયા છે. અમેરિક અર્થતંત્રને પણ નુકસાન થયુ છે. તમામ દેશો પગલા લઇ રહ્યા છે પરંતુ હાલમાં બિનઅસરકારક સાબિત થઇ રહ્યા છે. દુનિયાભરમાં કોરોના વાયરસનો આતંક યથાવત રીતે જારી રહ્યો છે. કેસોની સંખ્યામાં આવિરતપણે વધારો થઇ રહ્યો છે. વિશ્વમાં સૌથી પ્રભાવિત દેશોમાં અમેરિકાનો સમાવેશ થાય છે. અમેરિકાની સ્થિતિ ખુબ જ ગંભીર બનેલી છે. ત્યારબાદ સ્પેનનો સમાવેશ થાય છે. જ્યારે જાપાન, ચીન સહિતના દેશોમાં સ્થિતીમાં સુધારો થયો છે. લોકડાઉનના નિયમોને વધારે કઠોર કરવામાં આવી રહ્યા છે. ચીનમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો.દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે.
વિશ્વમાં કોરોના કહેર
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૧૯
કોરોના વાયરસનો હાહાકાર દુનિયાના દેશોમાં જારી રહ્યો છે. કોરોનાના કારણે દુનિયામાં સ્થિતી નીચે મુજબ છે
વિશ્વના કુલ દેશો પ્રભાવિત ૨૧૦
વિશ્વના કુલ દેશોમાં કેસોની સંખ્યા ૧૯૧૫૯૧૮
વિશ્વના કુલ દેશોમાં મોતની સંખ્યા ૩૨૦૫૫૭
વિશ્વના દેશોમાં રિકવર લોકોની સંખ્યા ૧૯૨૧૯૮૫
ગંભીરરીતે અસરગ્રસ્ત લોકોની સંખ્યા ૪૫૧૬૨
એક્ટિવ કેસોની સંખ્યા ૨૬૭૩૩૭૬

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope