કોરોના : ગુજરાતમાં ૩૯૫ નવા કેસો સપાટી પર આવ્યા

અમદાવાદમાં ૨૬૨ નવા કેસ સપાટીએ

રાજ્યભરમાં ૨૫ના મોત સાથે મૃતાંક વધીને ૭૧૯ પર પહોંચ્યો : કુલ કેસોની સંખ્યા વધીને ૧૨૧૪૧ પર પહોંચી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૯
કોરોના વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવીને રાખ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ આના આંકડા દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે. આજે રાજ્યમાં નવા ૩૯૫ દર્દી કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા અને ૨૫ લોકોના મોત નિપજ્યા હતા. મંગળવારના દિવસે નોધાયેલ દર્દીઓની સંખ્યા ૩૯૫ સાથે કુલ કેસોની સંખ્યા ૧૨૧૪૧ની સપાટીએ પહોંચી ગઈ હતી. જ્યારે કુલ મોતનો આંકડો ૭૧૯ પર પહોંચી ગયો છે. આજે અમદાવાદમાં ૨૬૨, સુરતમાં ૨૯, કચ્છમાં ૨૧, વડોદરામાં ૧૮, ગાંધીનગરમાં ૧૦, જામનગર અને સાબરકાંઠામાં ૭-૭, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં ૫-૫, ખેડા, પાટણ અને ભરૂચમાં ૪-૪, બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, ગીર-સોમનાથ અને જુનાગઢમાં ૩-૩, ભાવનગર અને રાજકોટમાં ૨-૨ અને અરવલ્લી, છોટાઉદેપુર અને તાપીમાં ૧-૧ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં ૨૧, સુરતમાં ૨, અરવલ્લી અને ગાંધીનગરમાં ૧-૧ મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં ૧૫૪૬૭૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ૧૨૧૪૧ પોઝટિવ અને ૧૪૨૫૩૩ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. ૧૨૧૪૧ પોઝિટિવ કેસમાંથી ૪૯ વેન્ટિલેટર પર છે જ્યારે ૬૩૩૦ દર્દી સ્ટેબલ છે.એસટી નિગમ દ્વારા રાજ્યમાં બુધવારથી એસટીની બસ સેવા શરૂ કરવામાં આવશે. બસ સેવાની ચાર ઝોનમાં વહેચણી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, સૌરાષ્ટ્ર અને મધ્ય ઝોન છે. હાલના સમયે એક ઝોનમાંથી બીજા ઝોનમાં એસટી બસ જશે નહીં. મોટી બસમાં ૩૦ અને નાની બસમાં ૧૮ પ્રવાસી બેસી શકશે. મુસાફરો બસમાંથી પાનની પીચકારી મારી શકશે નહી. ટિકિટ ઓનલાઇન લેવાની રહેશે. બસ સ્ટેન્ડમાં થર્મલ સ્ક્રિનિંગ થશે અને માસ્ક પહેરેલા પ્રવાસીને જ બસમાં બેસવા દેવાશે. રાજ્યના નાયબ
કોરોના…
(આગળના પાનાનું ચાલુ)
મુખ્યમંત્રી નીતિન પટેલ આજે કોરોનાના દર્દીઓની ઝડપથી સારવાર આપી શકાય તે હેતુથી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલના નવા બિલ્ડીંગની મુલાકાત લઈને તેનું નીરીક્ષણ કર્યુ હતું. આ દરમિયાન તેમની સાથે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ હતાં. આ મુલાકાત બાદ નીતિન પટેલે જણાવ્યું કન્ટેનમેન્ટ ઝોન સિવાય, રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પાસની જરૂર નથી. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે રાજ્યમાં લોકડાઉન ૪.૦ની વિવિધ વિગતો આપતા જણાવ્યું કે, અમદાવાદમાં નાયબ મામલતદાર દિનેશ રાવલનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે. તેમના મૃત્યુ પર મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે અને તેમના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.૨૫ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. હેર સલૂન, બ્યૂટી પાર્લર અને સ્પા સંચાલકો ફોન પર જ એપાઈન્ટમેન્ટ આપે તે જરૂરી છે. તેમજ પાન કે ચાની દુકાને પણ એક સાથે લોકોની ભીડ થવી જોઈએ નહીં. જો આપણે સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન થશે તો જે છૂટછાટ આપવામાં આવી છે તેમાં આપણે વધુ આગળ વધી શકીશું. જો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં થાય તો દુકાનો બંધ કરાવવામાં આવશે. જો દરરોજ ભીડના દ્રશ્યો જોવા મળશે તો છૂટછાટ પાછી ખેંચાઈ શકે છે. મુખ્યમંત્રીએ કહ્યું એમ કોરોના આપણી વચ્ચે જ છે. ક્યાંય ગયો નથી. તેમજ દવાની દુકાનો ૨૪ કલાક ખુલ્લી રાખી શકાશે. આ સિવાય બીજા કોઈને મુક્તિ આપવામાં આવી નથી. જે ઉદ્યોગ-ધંધા ચાલુ કરવાની છૂટ આપી છે તેમણે સાંજના ૬ વાગ્યા સુધીમાં શિફ્‌ટ પુરી કરવી પડશે. જેથી સાંજના ૭ વાગ્યાથી લાગુ કર્ફ્યુંનો ભંગ થશે નહીં.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope