શેરબજારમાં સતત બીજા દિવસે તેજી : વધુ ૬૦ પોઇન્ટનો સુધાર

શેરબજારમાં આજે તેજીનું મોજુ ફરી વળ્યું હતું.સતત બીજા દિવસે તેજી રહેતા કારોબારના અંતે સેંસેક્સ ૬૦ પોઇન્ટ ઉછળીને ૩૨૫૭૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૪૪ પોઇન્ટ ઉછળીને ૧૦૧૨૪ની સપાટીએ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં જારી રહેલી ઉથલપાથલની સીધી અસર દલાલ સ્ટ્રીટ ઉપર જાવા મળી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ખુબ સારી સ્થિતિ રહી હતી. બેંચમાર્ક ઇન્ડેક્સમાં ૦.૪ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો.

બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૧ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. સતત બીજા સેશનમાં રેકોર્ડ ઉંચી સપાટી બેંચમાર્ક ઇન્ડેક્સમાં જાવા મળી હતી. ઓટો સેલના મજબૂત આંકડા જારી કરવામાં આવ્યા હોવા છતાં તેની તીવ્ર અસર જાવા મળી ન હતી. વૈશ્વિક બજારોમાં ઉતારચઢાવની સ્થિતિ આજે જાવા મળી હતી. અમેરિકાના બજારમાં ખાસ કરીને સીધી અસર રહી હતી. કંપનીઓના પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે. અમેરિકા દ્વારા ફુગાવા ઉપર ખાસ નજર કેન્દ્રિત કરાઈ છે. બીજી બાજુ ભારતમાં પણ વ્યાજદરને ઘટાડવાને લઇને નિષ્ણાતોમાં ચર્ચા ચાલી રહી છે.

ઇÂન્ડગો એરલાઇન્સ સાથે સંબંધિત ઇન્ટરગ્લોબ એવિએશનના શેરમાં ભારે ઉતારચઢાવની સ્થિતિ જાવા મળી હતી.સોમવારના દિવસે તેના ત્રિમાસિક ગાળાના પરિણામ જારી કરવામાં આવ્યા હતા. પેસેન્જર રેવેન્યુમાં ઉલ્લેખનીય વધારો જાવા મળી ચુક્યો છે જેથી તેના કારોબારીઓમાં તેજી નોંધાઈ છે. શેરબજારમાં ગઇકાલે જારદાર તેજી જાવા મળી હતી.સેંસેક્સ અને નિફ્ટી નવી રેકોર્ડ ઉંચી સપાટી પર બંધ રહ્યા હતા. ગઇકાલે સોમવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૨૦૫ પોઇન્ટ ઉછળીને ૩૨૫૧૪ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફટી ૬૨ પોઇન્ટ ઉછળીને ૧૦૦૭૦ની સપાટી પર રહ્યો હતો.

હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઇ) આધારિત ફુગાવો જુન મહિનામાં ઘટીને હવે ૦.૯૦ ટકાની ચાર મહિનાની નીચી સપાટી પર પહોંચી ગયો છે. ડબલ્યુપીઆઇનો આંકડો ફેબ્રુઆરી મહિના બાદથી સતત ઘટી રહ્યો છે. મે મહિનામાં ૨.૧૭ ટકાની પાંચ મહિનાની નીચી સપાટી પર ફુગાવો રહ્યો હતો.હાલમાં જારી કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે ઘટાડાનો પ્રવાહ જારી રહ્યો છે.બટાકા, શાકભાજી અને કઠોળ જેવી ચીજવસ્તુઓની કિંમત જુન મહિનામાં સૌથી વધારે ઘટી ગઇ છે. છે. બટાકાની કિંમતમાં ૪૭ ટકા સુધીનો જંગી ઘટાડો થયો છે. આવી જ રીતે કઠોળ અને શાકભાજીની કિંમતમાં ક્રમશ ૨૫ ટકા અને ૨૧ ટકા સુધીનો ઘટાડો થયો છે.

કિંમતોમાં ઘટાડો થવાના કારણે પહેલાથી નારાજ રહેલા ખેડુતોની નારાજગી વધી શકે છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પહેલાથી જ ખેડુતો તેમના પાકને લઇને નારાજ દેખાઇ રહ્યા છે. મે મહિનામાં ૧૨ ટકાનો ઘટાડો નોંધાયા બાદ ડુંગળીની કિંમતમાં નવ ટકા સુધીનો ઘટાડો થયો છે. મેન્યુફેકચરિંગ સિગ્મેન્ટમાં ઉતારચઢાવની Âસ્થતી રહી છે. ફ્લુઅલ ફુગાવો સતત પાંચમા મહિનામાં ઘટી ગયો છે. હાલમાં મે મહિનામાં ૧૧.૬૯ ટકાની સામે આ વખતે ૫.૨૮ ટકાનો વધારો થયો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope