રાજયભરમાં સ્વાઇન ફલુનો કહેર વકર્યો : મૃત્યુઆંક ૯૦

રાજયભરમાં સ્વાઇન ફલુનો વાયરસ ખતરનાક રીતે ત્રાટકયો છે અને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં તેની ભયંકર અસરો વર્તાઇ રહી છે. સ્વાઇન ફલુના ખતરનાક કહેરના લીધે અત્યારસુધીમાં રાજયભરમાં કુલ ૯૦ દર્દીઓના કરૂણ મોત નીપજયા છે. જેમાં આજે કચ્છના ભુજમાં એક સાત વર્ષની માસૂમ બાળકી અને રાજકોટમાં મોરબીના ૧૫ વર્ષના કિશોરના મોતનો સમાવેશ થાય છે. રાજયભરમાં સ્વાઇન ફલુની વકરતી ભયાવહ સ્થિતિને ખુદ રાજય સરકાર અને આરોગ્ય તંત્ર જબરદસ્ત ચિંતિંત બન્યું છે કારણ કે, રાજયમાં સ્વાઇન ફુલની સ્થિતિ ગત વર્ષની સરખામણીમાં આ વખતે વધુ ખતરનાક અને ભયંકર છે.

સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ એમ.એમ.પ્રભાકરે જણાવ્યું હતું કે, જાન્યુઆરી મહિનાથી લઇ અત્યારસુધીમાં સિવિલ હોસ્પિટલમાં ૬૪થી વધુ સ્વાઇન ફલુ પોઝીટીવના દર્દીઓ દાખલ થયા છે, જેમાં અત્યારસુધીમાં ૧૮ દર્દીના મોત નીપજયા છે. સમયસર અને ડોકટરની સલાહ મુજબ સારવાર કરાય તો આ વાયરસને નાથી શકાય છે એમ તેમણે ઉમેર્યું હતું. દરમ્યાન પ્રાપ્ત માહિતી મુજબ, સ્વાઇન ફલુના જબરદસ્ત કહેરના લીધે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં અત્યારસુધીમાં ૯૦ જેટલા દર્દીઓના મોત નીપજયા છે, જેની સામે ગયા વર્ષે સ્વાઇન ફલુથી માત્ર ૨૦થી વધુના મોત નોંધાયા હતા, જેથી આ વખતે ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું છે.

સ્વાઇન ફલુ આ વર્ષે ખતરનાક રીતે ત્રાટકયો છે, જેના કારણે અત્યારસુધીમાં દોઢસો જેટલા સ્વાઇન ફલુના પોઝીટીવ કેસો સામે આવ્યા છે. માત્ર છ મહિનામાં જ સ્વાઇન ફુલના કેહરે આ વરવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. જેમાં અમદાવાદમાં અત્યારસુધીમાં ૨૦, વડોદરામાં આઠ, સુરતમાં આઠ, રાજકોટ-સૌરાષ્ટ્રમાં ૪૦, કચ્છ-ભુજમાં ૧૩થી વધુ દર્દીઓના મોત મળી કુલ ૯૦ જણાંનો ભોગ સ્વાઇન ફલુએ લીધો છે.

આજે સ્વાઇન ફલુના રાક્ષસે કચ્છના ભુજમાં એક સાત વર્ષની માસૂમ બાળકી અને રાજકોટમાં મોરબીના ૧૫ વર્ષના કિશોરનો ભોગ લેતાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી, આરોગ્ય વિભાગ પણ હવે સ્વાઇન ફલુના ભરડામાં નિર્દોષ નાગરિકોના વધતા જતાં મૃત્યુ આંક અને સરકારી હોસ્પિટલોમાં સ્વાઇન ફુલ પોઝીટીવના સામે આવી રહેલા કેસોના આંકને લઇ દોડતું થઇ ગયું છે.

ખુદ સરકારી હોસ્પિટલોના સત્તાવાળાઓએ કબૂલ્યું છે કે, આ વર્ષે રાજયભરમાં સ્વાઇન ફુલની સ્થિતિ ઘણી ચિંતાજનક અને ભયંકર છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્વાઇન ફલુના અત્યારસુધીમાં ૨૫૦થી વધુ કેસો સ્વાઇન ફલુ પોઝીટીવના સામે આવ્યા છે, જેના કારણે સરકાર અને આરોગ્યતંત્રની ચિંતા વધી ગઇ છે. સ્વાઇન ફુલનો ભરડો એવો હોય છે કે તેમાં વ્યકિત ભરડાઇ ગયા બાદ જાણ થાય છે, તેથી સરકાર અને આરોગ્યતંત્ર લોકોને આ વાયરસ પરત્વે જાગૃત અને સજાગ રહેવા પણ લોકોને અપીલ કરી રહી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope