હોટેલ કેસ : લાલુ અને અન્યોની સામે FIR બાદ વ્યાપક દરોડા

આરજેડીના વડા અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવની તકલીફ સતત વધી રહી છે. બેનામી સંપત્તિના મામલામાં પહેલાથી જ તપાસનો સામનો કરી રહેલા લાલુ યાદવ અને તેમના પરિવારના સભ્યોની સામે શુક્રવારના દિવસે સીબીઆઈ દ્વારા ભ્રષ્ટાચારનો વધુ એક નવો કેસ દાખલ કર્યો હતો. સીબીઆઈએ કેસ દાખલ કર્યા બાદ વ્યાપક દરોડા પાડ્યા હતા. નવેસરના ભ્રષ્ટાચારના હોટલ સાથે સંબંધિત કેસ મામલામાં લાલૂ અને પરિવારના અન્ય સભ્યોના ૧૨ સ્થળો ઉપર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આની સાથે જ દેશની રાજનીતિ અને બિહારમાં ફરી એકવાર રાજકીય ગરમી આવી ગઇ છે.

લાલુ યાદવની સામે આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓએ રેલવે પ્રધાન તરીકેના ગાળા દરમિયાન એક ખાનગી કંપનીને ફાયદો પહોંચાડી દેવા માટેના તમામ પ્રયાસો કર્યા હતા. સીબીઆઈ દ્વારા તેમના પત્નિ રાબડી દેવી અને પુત્ર સહિત આઠ લોકોની સામે કેસ દાખલ કર્યો છે. આ સંબંધમાં આજે સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કુલ ૧૨ સ્થળો પર એક સાથે દરોડાની કાર્યવાહી શરૂ થયા બાદ આરજેડીની છાવણીમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. આ સમગ્ર મામલો વર્ષ ૨૦૦૬નો છે. એ વખતે લાલુ યાદવ કેન્દ્રિય રેલવે પ્રધાન તરીકે હતા. સીબીઆઇ દ્વારા તેમની સામે રેલવે પ્રધાન તરીકે ખાનગી કંપનીને લાભ પહોંચાડી દેવાનો આક્ષેપ મુક્યો છે. સાથે સાથે કેસ દાખલ કર્યો છે.

રાંચી અને પુરીમાં હોટેલના ડેવલપમેન્ટ, મેન્ટેનન્સ અને ઓપરેશન માટે ટેન્ડકર આપવાના મામલામાં આજે સીબીઆઇ દ્વારા લાલુ અને તેમના પરિવારના સભ્યો સાથે જાડાયેલા ૧૨ સ્થળો પર એક સાથે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની કાર્યવાહીમાં મોટી સંખ્યામાં અધિકારીઓ જાડાયા હતા. આ કાર્યવાહી મોડી સાંજ સુધી જારી રહે તેવી શક્યતા દેખાઇ રહી છે. દિલ્હી, ગુરૂગ્રામ, પટણા, રાંચી અને પુરીમાં એક સાથે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સીબીઆઇ દ્વારા જે લોકોની સામે કેસ દાખલ કર્યો છે તેમાં લાલુ પ્રસાદ યાદવ ઉપરાંત. તેમના પÂત્ન રાબડી દેવી, પુત્ર, આઇઆરસીટીસીના એમડી, બે પ્રાઇવેટ કંપનીઓના ડિરેક્ટર્સ, એક ખાનગી માર્કેટિંગ કંપની અને અન્ય કેટલાક લોકોનો સમાવેશ થાય છે. વધારે માહિતી હજુ સુધી મળી શકી નથી. લાલુ હાલમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. થોડાક સમય પહેલા બેનામી સંપત્તિના મામલામાં લાલુની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લાલુ યાદવ મોદી સરકાર સામે રાષ્ટ્રપતિ ચૂંટણી અને ઉપરાષ્ટ્રરપતિની ચૂંટણીને લઇ મોરચા ખોલી ચુક્યા છે.

બીજી બાજુ હાલમાં લાલુ યાદવ અને મુખ્યપ્રધાન નીતિશ કુમાર વચ્ચે ખેંચતાણ વધી રહી છે. આ નવા કેસના કારણે મહાગઠબંધનની સામે વધુ સમસ્યા ઉભી થઇ શકે છે. લાલુ સામે વિતેલા વર્ષોમાં પણ ઘાસચારા કોંભાડના કારણે મુશ્કેલી રહી હતી. તેઓ જેલની સજા પણ ભોગવી ચુક્યા છે. ટેન્ડરમાં અનેક ગેરરિતી સપાટી પર આવી હોવાની વિગત ખુલ્યા બાદ લાલુ અને તેમના પરિવારની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સીબીઆઇ દ્વારા સવારથી શરૂ કરવામાં આવેલી સર્ચ કામગીરી દરમિયાન જુદા જુદા દસ્તાવેજાની ચકાવણી કરવામાં આવી રહી છે. કોઇ વાંધાજનક દસ્તાવેજા મળ્યા છે કે કેમ તે અંગે કોઇ માહિતી આપવાનો હાલમાં સીબીઆઇના અધિકારી ઇન્કાર કરી રહ્યા છે. જા કે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope