પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૨૦૧૮ સુધી ૫૧ લાખ મકાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્ય સરકારોના સહકાર સાથે માર્ચ ૨૦૧૮ સુધી ૫૧ લાખ મકાનોનુ નિર્માણ કરવામાં આવનાર છે. આ યોજના હેઠળ ટેકનિકલ સંસ્થાઓ દ્વારા ચકાસણી કરવામાં આવેલી ડિઝાઇન, સ્થાનિક ચીજ વસ્તુઓ અને કુશળ લોકો દ્વારા આશરે ૧.૫ લાખ રૂપિયાના ખર્ચ સાથે સર્વોત્તમ ગુણવત્તાવાળા ભવનનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી સુચના મુજબ રાજ્ય સરકારોના સહકારથી માર્ચ ૨૦૧૮ સુધી ૫૧ લાખ મકાનોનુ નિર્માણ કરવામાં આવનાર છે. હાલમાં ૩૩ લાખથી વધારે મકાનોનુ નિર્માણ જુદા જુદા તબક્કામાં ચાલી રહ્યુ છે. બાકીના ૧૮ લાખ મકાનો મંજુરી મળી ગયા બાદ કાર્ય શરૂ કરવાની પ્રક્રિયામાં છે.

એક આવાસના નિર્માણમાં સરેરાશ કાર્ય શરૂ થયા બાદ ચારથી આઠ મહિનાનો સમય લાગી રહ્યો છે. જ્યારે તે પહેલા તેમાં એકથી ત્રણ વર્ષનો સમય લાગી રહ્યો હતો. આ યોજના હેઠળ હજુ સુધી ૫૫ હાજાર આવાસનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. આશરે ૧૦ લાખ નિર્માણ અગ્રીમ સ્તર પર છે.
મધ્યપ્રદેશ, છત્તિસગઢ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને ઝારખંડમાં આ દિશામાં સારુ કામ થયુ છે. જ્યારે બિહાર, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને તમિળનાડુમાં ગતિ વધારી દેવા માટે કહેવામાં આવ્યુ છે. આ આવાસ કાચા મકાનોમાં રહેનાર અને ભાડાના મકાનમાં રહેનાર લોકોને સૌથી પહેલા આપવામાં આવનાર છે. યોજનાને જારદાર પ્રતિસાદ મળી રહ્યો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope